ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

બેજવાબદાર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો- નાની બાળકી એવી વસ્તુ ગળી ગઈ કે ડોકટરો પણ જોઇને…

ચીનમાં એક છોકરીની તબિયત લથડ્યા પછી, જ્યારે ડોક્ટરોએ તેની તપાસ કરી તો ડોકટરોના પણ હોશ ઉડી ગયા હતા. તે પાંચ વર્ષની બાળકીના પેટમાંથી 190 ચુંબકીય બોલ(મોતી) મળી આવ્યા છે, જેને તે રમતી વખતે ગળી ગઈ હતી.

બાળકીને પેટમાં દુખાવો થયા બાદ તેના માતા-પિતાએ તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યારે એક્સ-રેમાં બાળકીના પેટમાં સેંકડો મેગ્નેટિક બોલ (મોતી જેવા આકારના) જોતા ડોકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે લગભગ બે મહિના પહેલા બાળકીના પેટમાં ગયા હતા.

માતાએ ડોકટરોને કહ્યું કે, જ્યારે તેની પુત્રી બે મહિના પહેલા રમકડા સાથે રમતી હતી, ત્યારે તે લગભગ 50 ચુંબકીય બોલ ગળી ગઈ હતી, જેને બકીબોલ્સ તરીકે પણ ઓળખાય છે. આ હોવા છતાં, યુવતીના માતાપિતાએ તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં અને વિચાર્યું કે, હોસ્પિટલમાંથી રિપોર્ટ આવ્યા પછી આ નાના બોલ કાઢી લેવામાં આવશે. મળતી માહિતી મુજબ, બકીબોલ્સ ગળી જતાં તે નાની છોકરીને કોઈ અગવડતા કે દુ:ખની લાગણી ન હતી. હોસ્પિટલે જણાવ્યું હતું કે, આખરે બાળકીને પરીક્ષણ માટે જીનન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ત્યારબાદ છોકરીની માતાએ સોશિયલ મીડિયા પર એક વિડિઓ મૂક્યો અને અન્ય માતાપિતાને આ રમકડાઓની માળા ગળી જવાના જોખમો વિશે ચેતવણી આપી. ચાઇનીઝ ડોકટરોએ ઇમરજન્સી ઓપરેશન બાદ ચુંબકીય બોલને બાળકના પેટમાંથી કાઢી નાખ્યા. ઓપરેશન દરમિયાન લેવામાં આવેલી એક તસવીર બતાવે છે કે, સર્જનએ આ ચુંબકીય દડાને બાળકના પેટમાંથી કેવી રીતે બહાર કાઢ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP