ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

CM રૂપાણીની મંત્રી મંડળની ટીમ તૈયાર- આ મંત્રીઓની થશે હકાલપટ્ટી

નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત છોડીને દીલ્હી ગયા બાદ ગુજરાત ભાજપમાં નેતાગીરી એકદમ ઠપ થઈ ગઈ છે. ઘણા સમયથી પ્રદેશ સંગઠનની નિમણૂકો પણ લટકી પડી છે. હવે રાજ્યસભાની ચૂંટણી અને રથયાત્રાનો પ્રસંગ પૂર્ણ થયો છે. જેથી આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સહિતના હોદેદારોની નિમણૂકની તૈયારી શરુ થઈ છે. ગુજરાત ભાજપમાં મોટા ફેરફારના એંધાણ છે. ત્યારે ભાજપના નવા પ્રમુખની જાહેરાત થઇ શકે છે. ત્યારે જૂલાઇના પ્રથમ સપ્તાહમાં મંત્રી મંડળની પણ જાહેરાત થઇ શકે છે. ગૃહમંત્રી અમિત શાહ આગામી 3 જુલાઈએ ગુજરાત આવશે. ત્યારે તેઓ ભાજપના સંગઠન અને સરકારના મંત્રી મંડળ અંગે મહત્વના નિર્ણયો લઇ શકે છે.

ગૃહમંત્રી અમિત શાહ આગામી 3 જુલાઈએ ગુજરાત આવશે

હાલમાં તો હવે રાજ્યસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતની સત્તાધારી પાર્ટી ભાજપના સંગઠન અને સરકારમાં કેટલાક ફેરફારો થવાની તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. કોરોના વાઈરસ પહેલા ભાજપ સંગઠનમાં ફેરફાર થવાના હતા. જે કોરોનાના કારણે કેટલાક ફેરફારો અટકી પડ્યા હતા. અને ત્યાર બાદ રાજ્યસભાની ચૂંટણી આવી જતા ફેરફારો અટકાવવામાં આવ્યા હતા. ત્યારે હવે આ ફેરફારો અંગે વિચારણા શરૂ થઇ ચૂકી છે. તેવામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ છે. જેથી નવા પ્રમુખથી માંડીને આખા સંગઠન સહિત રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર કરવાની દિશામાં પ્રક્રિયા શરૂ થઈ રહી છે. સૌરાષ્ટ્રનાં પાટીદાર નેતા તરીકે જીતુ વાઘાણીને પક્ષની કમાન સોંપાઈ હતી. તેમનાં વડપણ હેઠળ 2017 ની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી હતી. 2019ની પેટા ચૂંટણીમાં ભાજપે ૬માંથી ત્રણ બેઠકો ગુમાવી હતી. મળતી માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ આગામી 3 જુલાઈએ ગુજરાત આવશે. ત્યારે તેઓ ભાજપના સંગઠન અને સરકારના મંત્રી મંડળ અંગે મહત્વના નિર્ણયો લઇ શકે છે.

30 જૂને નવા પ્રમુખની જાહેરતા થઇ શકે છે

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આવતા અઠવાડિયે ભાજપમાં કેટલાક ફેરફારો થવાના છે ત્યારે, ભાજપના પ્રદેશ પ્રમુખ પદના શંકર ચૌધરી અને ગોરધન ઝડફિયા પ્રબળ દાવેદાર છે. 30 જૂને નવા પ્રમુખની જાહેરતા થઇ શકે છે. ત્યારે પહેલી, બીજી, ત્રીજી જૂલાઇએ નવા હોદેદારોની વરણી થશે. જિલ્લા-તાલુકા સ્તરની જૂલાઇના શરૂઆતના દિવસમાં વરણી થશે. ભાજપમાં એક સમયે વિવિધ મોરચાનું પણ મહત્ત્વ હતું. યુવા મોરચામાં ભાજપે પાટીદારને પ્રમુખ બનાવી દાવ ખેલ્યો. યુવા મોરચાનાં નરેન્દ્ર પરમાર ઉપર બુટલેગર જેવા અને અન્ય નેતાઓ પર ખંડણીનાં ગંભીર આક્ષેપો છે. જ્યારે પોતાના જ વહીવટમાં રચ્યાપચ્યા રહેતા ડો. ઋત્વિજ પટેલ કંઈ જ ઉકાળી શક્યા નથી. કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઈ ઝેબલિયા પણ નિષ્ફળ પૂરવાર થયા છે. મહિલા મોરચાની કામગીરી પણ સંતોષજનક નથી. આ ઉપરાંત, ભાજપના કેટલાક નેતાઓનાં હવસકાંડના કારણે ઘણી જ બદનામી થઈ છે.

આટલા મંત્રીઓના કપાઈ શકે છે પતા

જૂલાઇના પહેલા અઠવાડિયામાં મંત્રી મંડળમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. જેમાં ઇશ્વર પરમાર, વિભાવરીબેન દવે, ભૂપેન્દ્રસિંહ ચુ઼ડાસમા અને યોગેશ પટેલને મંત્રીમંડળમાંથી બહાર કાઢી શકે તેવી ચર્ચા થઈ રહી છે.. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યના શિક્ષણને લઇને ઘણા સમયથી ચર્ચામાં હતા. જેમાં ભરતી, સ્કુલ ફી અને શૈક્ષણિક વિવાદોને લઇને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપર પણ તલવાર લટકી રહી છે. તો ઇશ્વર પરમારને મંત્રી બનાવાયા બાદ તેમની કામગીરી અને તેઓ ઓછા સક્રિય જણાયા છે. જેથી તેમના પદ પર કાપ મુકવામાં આવી શકે છે. તો વિભાવરીબેન દવેએ કોઇ ચર્ચા વગર સીધા નવરાત્રી વેકેશનની જાહેરાત કરી દીધી હતી. જેને લઇને હાઇકમાન્ડ નારાજ હોઇ શકે છે. તેથી હવે તેનું પદ પણ જોખમમાં છે.

જાણો કોને મળી શકે છે નવા મંત્રીમંડળમાં સ્થાન ?

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જિતુ વાઘાણીને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. તેમને કૃષિ મંત્રાલય જેવું મહત્વનું ખાતું મળી શકે છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને શિક્ષણખાતું મળી શકે છે. તેમની જગ્યાએ આર.સી.ફળદુને વિધાનસભાના અધ્યક્ષ બનાવાય તેવી સંભાવના છે. ઇશ્વર પરમારની જગ્યાએ આત્મારામ પરમારને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: