શું વેક્સીન લીધા બાદ શારીરક સુખ માણવું જોઈએ? જાણી લો નહીતર પાંચ મીનીટની મજા જિંદગીભરની સજા બની જશે

કોરોના વેક્સીનેશનનું કામ પુરજોશમાં દરેક જગ્યાએ ચાલી રહ્યું છે, હાલાંકી હાલના સમયમાં લોકોના મનમાં પહેલો સવાલ છે કે વેક્સીન મુકાવવી કે નહિ? તેમછતાં મોટાભાગના લોકોએ…

કોરોના વેક્સીનેશનનું કામ પુરજોશમાં દરેક જગ્યાએ ચાલી રહ્યું છે, હાલાંકી હાલના સમયમાં લોકોના મનમાં પહેલો સવાલ છે કે વેક્સીન મુકાવવી કે નહિ? તેમછતાં મોટાભાગના લોકોએ વેક્સીન મુકાવી દીધી છે, ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ વેકસીનના કારણે શરૂઆતના થોડા દિવસ તાવ અને શરીર દુખવું જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, પરંતુ થોડા સમય બાદ શરીર વેક્સીનને અપનાવી લે છે અને એકદમ સ્વસ્થ અનુભવાય છે. ઘણા લોકો એવાપણ છે, જેઓએ કોરોના વેક્સીન નહોતી લીધી ત્યારે સ્વસ્થ હતા અને જયારે વેક્સીન લીધી, ત્યારબાદ કોરોના પોઝીટીવ આવ્યો છે અને ઘણા લોકોના મોત પણ થયા છે.

હાલ વાત થઇ રહી છે કે, વેક્સીન મુકાવ્યા બાદ શું શારીરક સબંધ માણવામાં કોઈ મુશ્કેલી આવી શકે? તો લોકોના આ સવાલોના જવાબ સામે ડોક્ટરોએ આ સમસ્યાનું અચૂક સમાધાન આપ્યું છે. કોરોના વાયરસની રસી લીધા પછી શું કરવું અને શું ન કરવું તે અંગે આજકાલ ઘણી વાતો થઈ રહી છે. લોકો સોશ્યલ મીડિયા પર રસી અંગે વિવિધ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આમાંનો એક સવાલ એ પણ છે કે, કોવિડ રસી લીધા પછી સંભોગ કરવો સલામત છે?

જોકે આરોગ્ય મંત્રાલય દ્વારા કોઈ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી, પરંતુ તબીબી નિષ્ણાતો લોકોને તેના પર થોડી સાવચેતી રાખવા સલાહ આપી રહ્યા છે. નિષ્ણાતો સૂચવે છે કે રસીનો બીજો ડોઝ લીધા પછી પુરુષો અને સ્ત્રીઓએ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઈએ અને આ દરમિયાન કુટુંબિક આયોજન ટાળવું જોઈએ.

કોલંબીયા એશિયા હોસ્પિટલના આંતરિક મેડિસિન ડોક્ટર દીપક વર્માએ જણાવતા કહ્યું હતું કે, “રસીના લાંબા ગાળાની આડઅસર છે અને શારીરિક સબંધ પછી લોકો પર તેની શું અસર પડી શકે છે તે કહેવું બહુ અઘરું છે.” જે લોકો રસી અપાય છે તે દરેક વખતે સેક્સને ટાળી શકતા નથી, તેથી સુરક્ષિત રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે થોડા સમય માટે આ વસ્તુને છોડી દઈએ.

ડોક્ટર્સ કહે છે કે, રસીનો બીજો ડોઝ લીધા પછી પુરુષો અને સ્ત્રીઓએ ઓછામાં ઓછા 2 થી 3 અઠવાડિયા સુધી ગર્ભનિરોધક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. આ કારણ છે કે સેક્સ દરમિયાન બોડી ફ્લુઇડ્સ એકબીજાના સંપર્કમાં આવે છે. ડો. વર્માએ વધુમાં જણાવતા કહ્યું, “અમને ખબર નથી કે આ રસી લોકો પર કેવી અસર કરશે, તેથી કોન્ડોમનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ અને અસરકારક નિવારણ હશે.” તેમણે સલાહ પણ આપી હતી કે રસી અપાયેલી લાયક મહિલાઓએ રસી આપતા પહેલા સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લેવી જોઈએ.

તમને જણાવી દઈએ કે કોરોના વેક્સીનના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હજી પણ ચાલુ છે અને આમાં વોલેન્ટીયર્સ ત્રણ મહિના સુધી સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. પુરુષ વોલેન્ટીયર્સને પણ સલાહ આપવામાં આવી છે કે, રસી આપવામાં આવ્યાના ત્રણ મહિના સુધી વીર્યનું દાન પણ ન કરવું.

જો કે, સરકાર દ્વારા ફક્ત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને જ રસી ન લેવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ રસી આપવામાં આવ્યા પછી, જાતીય સાવચેતી અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. તબીબી નિષ્ણાતો કહે છે કે ક્લિનિકલ ટ્રાયલ હેઠળ, લોકોએ રસીકરણ પછી કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેનાથી ગર્ભ અને ગર્ભાધાન પ્રક્રિયા પર વિપરીત અસર થઈ શકે છે, જેના વિશે કેટલીક સચોટ માહિતી હજી સુધી જાણી શકાતી નથી. નિષ્ણાંત કહે છે કે જેમને રસી અપાય છે તેઓએ 3-6 મહિના સુધી જીવનસાથી સાથેના સંભોગને ટાળવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *