સુરક્ષા જવાનની પ્રામાણિકતાએ જીત્યા સૌના દિલ! SOU આવેલી રાજકોટની મહિલાનું ખુવાયેલું પર્સ પરત કર્યું, અંદર હતા લાખોના દાગીના…

Published on Trishul News at 2:29 PM, Sun, 4 June 2023

Last modified on June 4th, 2023 at 2:30 PM

Integrity of Statue of Unity employee: વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી., પ્રવાસીઓ ઘણી વખત પ્રવાસ દરમિયાન પોતાની કિંમતી વસ્તુઓ કઈક ભુલી જતાં કે ગુમાવી દેતા જોવા મળે છે. ઘણી વાર પ્રવાસ દરમિયાન પ્રવાસીઓની કિંમતી વસ્તુઓ પડી જતી હોય છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયેલા એક પ્રવાસી તેમનું સોનાના દાગીના ભરેલું પાકીટ ગુમાવી ચુક્યા હતા. ત્યારે ફરજ બજાવતા કર્મયોગીઓએ તે પાકીટ પરત કરીને પ્રમાણિકતા નું એક શ્રેષ્ટ ઉદાહરણ પૂરું પડ્યું હતું. રાજકોટથી આવેલ પ્રવાસીનું રૂપિયા ૨ લાખની કિંમતના સોનાના દાગીના ભરેલ પાકીટ પરત કરતા પ્રવાસી ભાવવિભોર થયા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારીમાં રાજકોટના રવિભાઇ સેથરીયા પોતાના પરીવારજનો સાથે ફરી રહ્યા હતા તે સમયે બસ સ્ટોપ નંબર 1 પાસે તેઓશ્રીના માતા પાણી ભરવા ગયા હતા, તે દરમ્યાન ગોલ્ફ કાર્ટ આવી જતા ઉતાવળે પોતાની પાસે રહેલ પાકીટ પાણીની કુલર પાસે ભુલી ગયા હતા.

જેમાં સોનાનો સેટ, સોનાની બુટ્ટી, સોનાની બંગડી અને સોનાનો ઝુડો અને રોકડ રકમ હતી જેની કુલ કિંમત આશરે રૂપિયા 2 લાખ છે. આ પાકીટ ફરજનિષ્ઠ સુરક્ષા જવાન શ્રી બાલુભાઇ તડવીને ધ્યાનમાં ચડતા તરતજ જંગલ સફારીના કેમ્પ ઓફીસ ખાતે જાવબદાર અધિકારીશ્રીને જમા કરવી દીધું હતું.

જંગલ સફારીમાં ફરી રહેલ પ્રવાસી રવિભાઇ અને તેમના પરીવારજનોને પાકીટ ખોવાયાનો અહેસાસ થતા જ તરત જ બસ સ્ટેન્ડ નંબર 1 પાસે રહેલ સિક્યોરીટી જવાનનો સંપર્ક કરતા પાકિટ સહિસલામત હોવાની ખાતરી આપવામાં આવી  હતી.

ત્યારબાદ જંગલ સફારીમાં ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં સોનાના દાગીનાની માલિકીની ખરાઇ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પ્રવાસીને તેમના દાગીના ભરેલ પાકીટ પરત કરવામાં આવતા રવિભાઇના પરીવારજનો ભાવવિભોર થયા હતા. સુરક્ષા જવાન બાલુભાઇ તડવીની પ્રમાણીકતાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ અને જંગલ સફારીના નિયામકશ્રી ડૉ. રામ રતન નાલા સહિતના અધિકારીશ્રીઓએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "સુરક્ષા જવાનની પ્રામાણિકતાએ જીત્યા સૌના દિલ! SOU આવેલી રાજકોટની મહિલાનું ખુવાયેલું પર્સ પરત કર્યું, અંદર હતા લાખોના દાગીના…"

Leave a comment

Your email address will not be published.


*