સુરત દબાણ ખાતા સામે લારી છોડાવવા હાથ જોડીને પગે પડવા લાગ્યો શ્રમજીવી- આ વિડીઓ જોઇને તમે પણ પીગળી જશો

Published on: 3:33 pm, Wed, 21 July 21

સુરતના ડિંડોલી વિસ્તારમાં શાકભાજીની લારીઓને કારણે ટ્રાફિક થતી હોવાનું કારણ બતાવી સુરત મહાનગરપાલિકા દ્વારા લારીઓ જપ્ત કરવા દબાણ ખાતાની ટીમ મોકલી આપી હતી. સુરત મહાનગરપાલિકાનું દબાણ ખાતું લારીઓ જપ્ત કરવા તૂટી પડ્યું હતું. જેને લીધે ફેરિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી.

એક ફેરિયાએ પોતાની લારી બચાવવા માટે સુરત મહાનગર પાલિકાના કર્મચારીને હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા ને પગે લાગ્યા હતા. સુરત મહાનગરપાલિકાના યુનિફોર્મમાં હાજર રહેલા કર્મચારીને હાથ જોડતા અને પગે લાગતા શ્રમજીવી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

કોરોના મહામારી ના કારણે હજારો લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે અને બેકાર થયા છે ત્યારે પાલિકાના દબાણ ખાતા દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે, શું ફેરિયા પરની આ પ્રકારની કાર્યવાહી યોગ્ય ગણી શકાય. ડિંડોલી વિસ્તારમાં ગઇકાલે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરી હતી. દબાણ ખાતાએ શાકભાજી વેચીને પોતાની રોજીરોટી કમાતા ફેરિયાઓને લારીઓ જપ્ત કરી લીધી હતી. આ દરમિયાન એક શ્રમજીવીની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

લાલ કલરના કપડાં પહેરેલા શ્રમજીવી ની લારી ઉચકાવવામાં આવતા તે શ્રમજીવી લારીઓ પર જ ચોટી ગયો હતો. શ્રમજીવીએ જોરથી લારી પકડી રાખી હતી. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બળજબરીપૂર્વક લારી છોડાવી ટેમ્પામાં મુકતા શ્રમજીવી રડી પડ્યો હતો. સાહેબ આજે મારો પહેલો દિવસ છે જવા દો એમ કંઇ ને પાલિકા કર્મચારી ને ખૂબ જ વિનંતી કરી હતી. શ્રમજીવી હાથ જોડીને વિનંતી કરી રહ્યો હતો અને અંતે ત્રણ વખત પગે પણ લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.