રાત્રે 10 વાગ્યા પછી ભોજન કરતા હોવ તો એક વખત આ જરૂરથી વાંચી લો, સલાહ માની બદલી નાખો આદત

આ દુનિયા ખુબ જ વિકસીત થાય રહ્યો છે પરંતુ બદલતી લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગના લોકો રાત્રે 10 વાગ્યા પછી ભોજન કરતા હોય છે. કેટલાક લોકો લેટ…

આ દુનિયા ખુબ જ વિકસીત થાય રહ્યો છે પરંતુ બદલતી લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગના લોકો રાત્રે 10 વાગ્યા પછી ભોજન કરતા હોય છે. કેટલાક લોકો લેટ નાઈટ પાર્ટી કરતા હોય છે તેથી રાત્રે મોડા નાસ્તો કરવા નીકળી પડે છે. પરંતુ રાત્રે 10 કલાક પછી ખાવાપીવાની આદત હોય તો શરીર માટે અનેક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. આ આદતથી સૌથી ખરાબ અસર પાચનશક્તિ પર પડે છે. જો નિયમિત રીતે મોડા જમવાનું થતું હોય તેમની પાચનશક્તિ ધીરેધીરે નબળી થઈ જાય છે. તેમને કબજિયાત, આંતરડાની બીમારી થઈ શકે છે. ભોજન પચે નહીં તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ તરીકે જામી જાય છે.

આજકાલ એસિડિટીની સમસ્યા પણ સામાન્ય થઈ ગઈ છે. જે લોકોને આ સમસ્યા રહેતી હોય તેમણે મોડી રાત્રે કંઈજ ખાવું જોઈએ નહીં. મોડી રાત્રે જમવાથી ઊંઘ પણ બરાબર થતી નથી. આ અવસ્થા માનસિક સ્વાસ્થ્ય માટે પણ બરાબર નથી. મગજને પર્યાપ્ચ માત્રામાં આરામ મળતો નથી અને તેના કારણે સ્વભાવમાં ફેરફાર થવા લાગે છે. એટલા માટે જ ઊંઘવાના સમયથી બે કલાક પહેલા જમી લેવું જોઈએ અને ત્યારબાદ થોડું ચાલવું જેથી ભોજન બરાબર રીતે પચી જાય.

રાત્રે ભોજનમાં હળવો અને શાકાહારી આહાર જ લેવો જોઈએ. રાત્રે ભોજન બાદ બ્રશ પણ કરવું જોઈએ. જો મોડી રાત્રે જમવું અનિવાર્ય જ હોય તો ધ્યાન રાખવું કે તેમાં ફાયબરનું પ્રમાણ વધારે ન હોય. આવી સ્થિતીમાં ભોજનમાં સલાડ અને લીલા શાકનો જ સમાવેશ કરવો. ભોજન કર્યા બાદ સુઈ પણ ન જવું. પાચનક્રિયા બરાબર થાય તે માટે થોડું ચાલવાની આદત રાખવી.

રાત્રે ભોજન કરવાનો યોગ્ય સમય

ડિનર રાત્રે 8 કલાક પહેલા કરી લેવું. જેથી ભોજન બરાબર પચી જાય અને ઊંઘ પણ બરાબર આવે. ડિનરમાં ક્યારેય મસાલેદાર વસ્તુઓ ન લેવી. તેનાથી છાતીમાં બળતરા થઈ શકે છે. ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવું નહીં. રાત્રે હળવો ખોરાક જ લેવો પરંતુ જો ક્યારેય વધારે ભોજન લેવાય જાય તો 2 કલાક બાદ જ સુવું. ડિનર બાદ તુરંત સુઈ જવાથી સ્થૂળતા વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *