આ કામ કરવાથી યુવતીથી લઈને દરેક મહિલાઓની સુંદરતામાં થશે બમણો વધારો- જાણો વિગતે

પહેલાંના સમયમાં સ્ત્રીઓનો પહેરવેશ એટલે સાડી એ નક્કી જ હતું. અલબત્ત, નાની છોકરીઓ જુદાં-જુદાં પોશાક પહેરતી પણ સ્ત્રી જ્યારે વયસ્ક થાય ત્યારપછીથી તેણે મોટાભાગે સાડી…

પહેલાંના સમયમાં સ્ત્રીઓનો પહેરવેશ એટલે સાડી એ નક્કી જ હતું. અલબત્ત, નાની છોકરીઓ જુદાં-જુદાં પોશાક પહેરતી પણ સ્ત્રી જ્યારે વયસ્ક થાય ત્યારપછીથી તેણે મોટાભાગે સાડી જ પહેરવાની રહેતી હતી. અરે, ઘણી કોલેજમાં તો ખાદીની સાડી ગણવેશ તરીકે જ જોવા મળતી હતી. ભારતીય સંસ્કૃતિમાં તો સાડીને સર્વોત્તમ પહેરવેશ તરીકે માનવામાં આવે છે.

પહેલાંના સમયની એક્ટ્રેસો પણ સાડી પહેરવાનું જ પસંદ કરતી હતી. મોટાં મોટાં એવોર્ડનાં કાર્યક્રમમાં પણ મધુબાલા, મીના કુમારી, નૂતન તથા નરગીસ સાડી પહેરેલી વધુ જોવા મળતી હતી. જો કે, ત્યારપછીનો સમય એવો પણ આવ્યો, કે જ્યારે સ્ત્રીઓ પર સાડીને બદલે પાશ્ચાત્ય સંસ્કૃતિનો પોશાક પહેરવાનો શોખ ચડી ગયો હતો, જે હજુ પણ છે જ.

આજકાલની સ્ત્રીઓ તો અડધું શરીર દેખાય તેવાં ટુંકા વસ્ત્રો પણ પહેરે છે, અને આવાં વસ્ત્રો પહેરીને પણ પોતાની જાતને હોટ દેખાડવાની રેસમાં મોખરે થવાની દોડ લગાવે છે. અલબત્ત, એ દરેકની પોતાની ઇચ્છા હોય જ છે, તથા તેની ઇચ્છાનુસાર જ તેઓ આવાં વસ્ત્રો પહેરતાં હોય છે.

આમાં કંઈ ખોટું પણ નથી જ, પરંતુ ખરું પૂછો તો અડધું શરીર દેખાય એવાં વસ્ત્રો પહેરીને વારંવાર અસહજતા અનુભવતાં આપણે જ્યાં સુધી તેવાં વસ્ત્રો પહેરીએ છીએ ત્યાં સુધી તેની વિશે અત્યંત સજાગ પણ રહેવું પડે છે, કે કપડાંની બહાર ડોકિયું મારતી આપણા શરીરનાં ન બતાવવાના અંગ તો ક્યાંક ઝાંખી નથી કરતાને ?

એવું તો બિલકુલ નથી, કે તમે પાશ્ચાત્ય સંસ્કૃતિનાં વસ્ત્રો પહેરીને જ સુંદર તથા હોટ લાગી શકો છો , પરંતુ સાડી પણ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. સાડીમાં પણ સ્ત્રીઓ હોટ જ લાગી શકે છે. ખરું પૂછો તો સાડી એ સ્ત્રીઓને જાજરમાન લુક આપે છે. ગ્રેસની સાથે મોહકતા પણ મળે છે.

ભારતીય પોશાક તરીકે સાડી એ આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આપણાં દેશમાં ઘણાં જુદાં-જુદાં મટીરિયલમાંથી પણ સાડી બને છે, સિલ્કની જ વાત કરો તો સિલ્કમાં પણ આપને ઘણાં વિકલ્પ પણ મળી રહે છે. આજકાલ તો રેશમની સાડીનો ક્રેઝ પણ ખાસ્સો ચાલી રહ્યો છે. તે પહેરતાં જ સ્ત્રીઓ ખૂબ જ સુંદર લાગે છે.

વળી, રેશમની સાડીનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ તો એ છે, કે તેને પહેરવામાં સાવ હળવી હોય છે. તમે, આ સાડીને ગમે તેટલા કલાકો સુધી પહેરીને રાખો તો પણ થાક નથી લાગતો. આ જ રીતે તેને મેન્ટેન કરવી પણ સરળ જ છે. તમે આ સાડીને જુદી-જુદી ઘણી રીતે પહેરી શકો છો.

તેની સાથેનાં મેચિંગ બ્લાઉઝને પણ થોડું ડિઝાઇનર સ્ટીચ કરાવવાથી આપની સાડીનો લુક બદલાઇ જશે. જેમ કે, પ્લેઇન રેશમની સાડી હોય તો આપ વર્ક તથા પ્રિન્ટેડ બ્લાઉઝ સ્ટીચ કરાવો અને પ્રિન્ટેડ સાડીમાં પણ પ્લેઇન બ્લાઉઝ સુંદર જ લાગતું હોય છે. આજકાલ તો બોટનેકના બ્લાઉઝની પણ ખાસ્સી ફેશન ચાલી રહી છે. તમે, બોટનેકના બ્લાઉઝની સાથે આ સાડી પહેરશો એટલે તે આઇકોનિક જ બની જશે.

રેશમની સાડી પહેરવામાં તથા કેરી કરવામાં પણ ખૂબ જ સરળ છે, પરંતુ તેનું જતન કરવું એ થોડું અઘરું છે. તેને અન્ય કપડાંની સાથે મૂકવાને બદલે હંમેશાં જ સોફ્ટ કોટનના કાપડમાં વીંટાળીને તેની અંદર 1 ડામરની ગોળી રાખીને કબાટમાં જ મૂકવી, જેથી કરીને આ કપડું બગડી ન જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *