ડ્રગ્સ કેસના વિવાદ વચ્ચે ઘરે-ઘરે પ્રખ્યાત બોલીવુડના આ દિગ્ગજ સિંગરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ 

Published on: 12:13 pm, Fri, 16 October 20

હાલમાં સમગ્ર બોલીવુડ જગતમાં ડ્રગ્સ કેસને લઈ ખુબ મોટો વિવાદ ચાલી રહ્યો છે. આની સાથે જ બોલીવુડને સંબંધિત એક સમાચાર સામે આવી રહ્યાં છે. બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર કુમાર સાનુનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુમારે સોશિયલ મીડિયામાં આ અંગેની જાણકારી આપી હતી. હાલમાં જ કુમાર સાનુ પોતાના દીકરા જાન કુમારને લીધે ખુબ ચર્ચામાં આવ્યાં છે.

જાન સાનુ ‘બિગ બોસ 14’માં સ્પર્ધક તરીકે જોવા મળે છે. કુમાર સાનુના ઑફિશિયલ ફેસબુક પેજમાં જણાવવામાં આવ્યું છે, કમનસીબે સાનુદાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને એમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. આભાર, ટીમ KS (કુમાર સાનુ)

14 ઓક્ટોબરે કુમાર સાનુ લોસ એન્જલસ જવાના હતા :
મળેલ જાણકારી પ્રમાણે કુમાર સાનુ 14 ઓક્ટોબરે લોસ એન્જલસ જવા માટે રવાના થવાનાં હતા. અહીં એમની પત્ની સલોની તેમજ કુલ 2 દીકરાઓ શેનોન અને અન્નાબેલ છે. જો કે, હવે કુમાર સાનુ થોડાં દિવસો પછી અમેરિકા જશે. મળેલ જાણકારી મુજબ, BMC દ્વારા કુમાર સાનુ જે જગ્યાએ રહે છે એ જગ્યાને હાલમાં સીલ કરી દેવામાં આવી છે.

લોસ એન્જલસમમાં રહેતાં કુમાર સાનુની પત્ની સલોનીએ જણાવ્યું હતું કે, સાજા થયા પછી કુમાર સાનુ હવે 8 નવેમ્બરનાં રોજ અમેરિકા આવશે. હાલમાં તેઓને ક્વૉરન્ટિન કરવામાં આવ્યાં છે. તેઓ છેલ્લાં કુલ 9 મહિનાથી અમને મળવા માટે આતુર છે.’

લૉકડાઉનમાં પણ કુમાર સાનુ ભારતમાં હતા :
લૉકડાઉનમાં કુમાર સાનુ ભારતમાં જ હતા તેમજ એમની પત્ની અને કુલ 2 દીકરીઓ અમેરિકામાં હતા. તેઓ કુલ 9 મહિનાથી પરિવારને મળવા માટે આતુર હતા. તેઓ 20 ઓક્ટોબરે એમનો જન્મદિન પરિવારની સાથે ઊજવવા માટે ખુબ જ ઉત્સાહિત હતાં. તેઓ ડિસેમ્બર મહિનામાં પત્નીનો જન્મદિન ઉજવીને ભારત પાછાં આવવાનાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle