જંગલ છોડી શહેરની મોજ માણતો સાવજ પરિવાર- જૂનાગઢની મધરાતના દૃશ્યો કેમેરામાં કેદ

Published on Trishul News at 2:37 PM, Thu, 1 September 2022

Last modified on September 1st, 2022 at 2:37 PM

જુનાગઢ (Junagadh)માં અવાર નવાર સિંહો રસ્તાઓ પર આટા મારતા જોવા મળતા જ હોય છે. તેમાં પણ છેલ્લા થોડા સમયથી સિંહો હવે જંગલ(Forest) છોડીને ગામડાં અને શહેર તરફ વળતા થયા છે. ત્યારે એક દિવસ પહેલાં જ જૂનાગઢના ગાંધીગ્રામ(Gandhigram) વિસ્તારમાં મોડી રાત્રિના સમયે એક સિંહ(Lion) નહિ, પરંતુ સિંહનો પરિવાર રોડ પર જોવા મળ્યો હતો. એ જ ચાર સિંહોનું ટોળું ફરી આજે રાત્રે બિલખા રોડ(Bilkha Road) રાજીવનગરના ગેટ પર જોવા મળ્યું હતું. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એકસાથે ચાર સિંહનું ટોળું:
સિંહો હવે અવાર નવાર રસ્તાઓ પર જોવા મળતા જ હોય છે. તેઓ સિંહ વારંવાર ખોરાકની શોધમાં લટાર મારતાં-મારતાં જંગલની બહાર માનવવસતિના વસવાટવાળા વિસ્‍તારોમાં આવી જાય છે. એક દિવસ પહેલાં સિંહો ગાંધીગ્રામ વિસ્તારમાં ફરતા હોવાનો વીડિયો વાઇરલ થતાં વન વિભાગે સ્ટાફને એલર્ટ કર્યો હતો. એ જ સિંહ પરિવાર આજે રાત્રે ફરી જોવા મળ્યો હતો.

કારચાલકે દૃશ્યો કેમરામાં કેદ કર્યા:
મળતી માહિતી અનુસાર, બીલખા રોડ રાજીવનગરના ગેટ પાસે, જ્યાં મેંદરડા, વિસાવદર જવાનો રોડ છે ત્યાં મેઈન રોડ પર એકસાથે ચાર સિંહે મધરાતે પોતાની મસ્તીમાં બિનધાસ્ત મોજ માણી હતી. બે બચ્ચાં અને બે સિંહણ ચારેય મેઈન રોડ પર બેઠેલા જોવા મળ્યાં હતાં. બાદમાં આ સિંહોનું ટોળું જંગલ તરફ જતું રહ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા એક કારચાલકે આ દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લેતાં આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જંગલ છોડી શહેરની મોજ માણતો સાવજ પરિવાર- જૂનાગઢની મધરાતના દૃશ્યો કેમેરામાં કેદ"

Leave a comment

Your email address will not be published.


*