અમદાવાદ-મુંબઈ હાઈવે પર કારના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા એકસાથે 6 કાર ટકરાઈ

ગુજરાત રાજ્યમાં અમદાવાદ અને મુંબઈ હાઈવે પર વલસાડ પાસે ભયાનક દૂર્ઘટના બની. હાઈવેનાં બ્રીજથી કારનાં ડ્રાઈવરે અચાનક જ બ્રેક લગાવી જેનાં લીધે તેની પાછળ આવી…

ગુજરાત રાજ્યમાં અમદાવાદ અને મુંબઈ હાઈવે પર વલસાડ પાસે ભયાનક દૂર્ઘટના બની. હાઈવેનાં બ્રીજથી કારનાં ડ્રાઈવરે અચાનક જ બ્રેક લગાવી જેનાં લીધે તેની પાછળ આવી રહેલી 6 કાર એકબીજાની સાથે ટકરાઈ ગઈ. ઉપરાંત, એક બાઈક સવાર પણ તેની ચપેટમાં આવી ગયો. આ બનાવથી હાઇવે પર અફડા-તફડી મચી ગઈ. અને ઘણું ટ્રાફિક પણ જામ થઈ ગયું. કહેવામાં આવી રહ્યુ છે કે, આ બનાવમાં કુલ 5 લોકો ઘાયલ થયા છે. કેટલીક કારો ક્ષતિગ્રસ્ત પણ થઈ છે. ટ્રાફિક પોલિસ કર્મચારીઓએ હાઈવે પર વાહનોની અવરજવર ચાલુ કરાવી.

ટ્રાફિક પોલિસનાં કહ્યા અનુસાર કુલ 6 કાર એક જ સાથે ટકરાવાથી આ બનાવ અમદાવાદ-મુંબઈ હાઈવે પર વલસાડ નજીક નદી પર આવેલ પુલ પરથી પસાર થતી 1 જ કારનાં લીધે થઈ. જ્યાં 1 કાર અચાનક જ રોકાઈ ગઈ ત્યાં તેની પાછળથી આવી રહેલી છ કાર એકબીજાની સાથે ટકરાઈ ગઈ.

એ તમામ કારમાં એક કાર હાઈવે ઉપર જતી 1 બાઈકની સાથે પણ ટકરાઈ ગઈ હતી. કારોમાં જતા લોકોને ઘણી ઈજા પણ થઈ. ઉપરાંત, બાઈક સવાર પણ આ ઘટનામાં ચપેટમાં આવી ગયા. કુલ 6 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આની અગાઉ વલસાડ પાસે જાનલેવા બનાવ બન્યો હતો.

ગુજરાત રાજ્યમાં જ સુરત શહેરની દૂર્ઘટના અંગે ચોંકાવનારી વાત બહાર આવી છે. અહીંયા દિવાળીનાં એક સપ્તાહનાં વેકેશનમાં 550 જેટલી દૂર્ઘટના બહાર આવી છે. આ ઘટનામાં કુલ 5 વ્યક્તિનાં જીવ ગયા. ઉપરાંત, 150 કરતા વધારે ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. પોલિસ સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ તેમજ એમ્બ્યુલન્સ 108 સેવા પાસેથી મળેલી માહિતી અનુસાર 550 ઘટનામાં 360 દૂર્ઘટના શહેરી વિસ્તારમાં બનેલી છે તેમજ 192 જેટલી ગ્રામીણ વિસ્તારોમાં બનેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *