જિંદગીમાં ક્યારેય નહિ જોઈ હોય આવી ઘટના! – એક સાથે આકાશમાંથી ત્રાટકી અનેક વીજળીઓ

Published on Trishul News at 12:54 PM, Sat, 27 August 2022

Last modified on August 27th, 2022 at 12:54 PM

વાયરલ(Viral): ઇન્ટરનેટની આ દુનિયામાં અવારનવાર અનેક વિડીયો સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. અમુક એવા વિડીયો પણ હોય છે જે દિલને સ્પર્શી જાય છે, તો ક્યારેક આવા વિડીયો પણ સામે આવે છે, જેને જોઈને લોકો ડરી જાય છે. હાલમાં જ એક એવો જ ભયાનક અને ખતરનાક વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે. વાયુ વેગે વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં આકાશમાંથી અનેક વખત વીજળી ત્રાટકી(Lightning struck) રહી છે. વિડીયો જોઇને તમે પણ હેરાન રહી જશો.

વરસાદી માહોલમાં આપણે સૌએ ક્યારેકને ક્યારેક તો આકાશમાંથી વીજળી પડતી જોય હશે. પરંતુ હાલના સમયમાં એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે આકાશમાંથી વીજળી તો પડી રહી છે પરંતુ તે એક જ સમયે પડી રહી છે. આપણને અવારનવાર સોશિયલ મીડિયા પર આકાશમાંથી વીજળી પડતી હોય ટે પ્રકારના અનેક વિડીયો સામે આવતા હોય છે, પરંતુ આ વિડીયો ખુબ જ ડરાવનારો છે અને તમે આ પહેલા આ પ્રકારનો વિડીયો જોયો પણ નહિ હોય. કુદરતનો આ અદભુત નજારો જોઇને સૌ કોઈના રુવાડા બેઠા થઈ જાય છે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે, રાત્રિના સમયે એક રહેણાંક વિસ્તારમાં અચાનક વીજળી પડવા લાગે છે. વીજળીનો આ વિડીયો જોઈને એવું લાગે છે કે જાણે વીજળી પડતાની સાથે જ ઝાડનો આકાર લઈ લે છે અને ધીરે ધીરે મોટી થતી જાય છે. વિડીયોમાં તમે એક જ જગ્યાએ એક જ સમયે ઘણી વખત વીજળી પડતી જોઈ શકશો.

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર World’s Amazing Things નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં 1.20 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 6,400થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જિંદગીમાં ક્યારેય નહિ જોઈ હોય આવી ઘટના! – એક સાથે આકાશમાંથી ત્રાટકી અનેક વીજળીઓ"

Leave a comment

Your email address will not be published.


*