જાણો કેમ શિયાળાની ઋતુમાં થાય છે પેટમાં અસહ્ય દુખાવો- વાંચી લો આ આ ઘરગથ્થુ ઉપાયો

Published on: 4:06 pm, Thu, 25 November 21

શિયાળાની ઋતુમાં પેટનો દુ:ખાવો થવો એક સામાન્ય સમસ્યા છે. તાપમાનમાં ઘટાડો થવાની અસર ત્વચા અને પેટ પર વધુ જોવા મળે છે. ઠંડીને કારણે આપણી ઘણી આદતો બદલાઈ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડવા લાગે છે. જેના કારણે શરીરમાં નાની નાની બીમારીઓ વધવા લાગે છે. આ પાચન તંત્ર પર અસર કરે છે. આ જ કારણ છે કે શિયાળાની ઋતુમાં ઘણી વખત પેટના દુ:ખાવા જેવી સમસ્યા ઉદભવવા લાગે છે. જ્યારે પેટમાં અચાનક દુ:ખાવો થાય છે, તો તે સમયે શું કરવું તે સમજાતું નથી. જો કે આ માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. આપણા ઘરમાં જ ઘણી એવી વસ્તુઓ છે, જેનાથી પેટના દુ:ખાવાની સમસ્યાનો સરળતાથી ઈલાજ કરી શકાય છે.

શિયાળામાં પેટ કેમ ખરાબ થાય છે.
શિયાળામાં પેટમાં દુ:ખાવાની સમસ્યા સામાન્ય છે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે શરીરને ગરમ રાખવા માટે વધારાની કેલરીની જરૂર પડે છે. આના કારણે પાચનતંત્ર ખૂબ સક્રિય બને છે અને ભૂખ વધુ લાગે છે. આ જ કારણ છે કે સામાન્ય રીતે લોકો શિયાળામાં વધુ ખાવાનું શરૂ કરે છે અને તેનું દબાણ પાચન તંત્ર પર પડે છે. પછી ઘણા કારણોસર પેટમાં અચાનક દુ:ખાવો થવા લાગે છે.

મેથી
પેટના દુ:ખાવાની સારવાર માટે મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક છે. હુંફાળા પાણીમાં એક ચમચી મેથીના દાણા નાખીને પીવો. પેટમાં ગેસની સમસ્યાથી તાત્કાલિક રાહત મળશે અને દુ:ખાવામાં પણ રાહત મળશે.

કાળા મરી
કાળી મરી પેટ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેના માટે સૂકા આદુમાં કાળા મરીનો પાવડર, કાળું મીઠું અને હિંગ મિક્સ કરો. તેને હૂંફાળા પાણી સાથે પીવો. પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે.

તજ
તજને પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો જમ્યા પછી તજના પાવડરને મધમાં ભેળવી તેનું સેવન કરવું સારું માનવામાં આવે છે. પેટના દુ:ખાવાની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળે છે. થયેલા કફથી છુટકારો મેળવવા માટે જીરું, ધાણા, વરિયાળી, અજવાઇન અને મેથીને રાત્રે પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે તેના પાણીનું સેવન કરો, તમને ફાયદો થશે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.