બજારમાં આવી મહિલાઓ માટે સ્માર્ટ બંગડી, જે મહિલાઓની કરશે આ રીતે રક્ષા. જાણો વિગતે

મહિલાઓ કોઈ પણ જગ્યાએ એકલી જઈ શકતી નથી હંમેશા ખતરો સર પર રહે છે જેનાથી મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા સવાલો ઉભા થતા રહે છે આવા…

મહિલાઓ કોઈ પણ જગ્યાએ એકલી જઈ શકતી નથી હંમેશા ખતરો સર પર રહે છે જેનાથી મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા સવાલો ઉભા થતા રહે છે આવા જ સવાલોને કારણે જાત જાતનાં આવિષ્કાર થતા રહે છે. અત્યાર સુધી મહિલાઓ માટે બજારમાં એવા લોકેટ પણ હતા, જેમાં લાઈવ લોકેશન શેરિંગ જેવાં ઈમરજન્સી ફીચર હતુ.

પરંતુ હવે એવી બંગડીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં લાઈવ લોકેશન શેરિંગ ફીચર છે. તેના સિવાય વીજળીના ઝટકા પણ હતા. સાથે જ જો કોઈ મહિલા કે છોકરી મુસીબતમાં હોય તો બંગડી પોલીસ અને સંબંધીઓને મેસેજ પણ કરે છે.

આ સ્માર્ટ બંગડીને સેલ્ફ સિક્યોરિટી બંગડી (Self Security Bangle for Women)ને એક વિશિષ્ટ ખૂણેથી હાથમાં હલાવવા પર ફિચર્સ એક્ટિવ થઈ જશે. ત્યારબાદ જેવો કોઈ મહિલાનો હાથ પકડશે તો તેને વીજળીનાં ઝટકા લાગશે અને બંગડી પરિવારના સભ્યોને લાઈવ લોકેશનની સાથે એલર્ટ પણ મોકલશે.

આ બંગડીને તૈયાર કરનારા હરીશે જણાવ્યુ હતુકે, સ્માર્ટ બંગડી પ્રોટોટાઈપ તૈયાર થઈ ગઈ છે. અને હવે આ પ્રોજેક્ટને પુરો કરવા માટે સરકારની મદદની જરૂર છે. હરીશની ઉંમર ફક્ત 23 વર્ષની જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *