સુરતના પ્રખ્યાત હનુમંતે કે ભરકાદેવી આઈસ્ક્રીમમાં કોકો કે ફાલુદા ખાવા જનારા આ સમાચાર ખાસ વાંચે

Published on Trishul News at 1:41 PM, Thu, 25 May 2023

Last modified on May 25th, 2023 at 1:42 PM

Icecream Lab test SMC: સુરત શહેર વિસ્તારમાં આઈસક્રીમનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓની સામે ઉનાળામાં સ્વાસ્થ્યને ધ્યાને લઈને સુરત મનપા દ્વારા ફુડ વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરી આઈસક્રીમના નમૂનાઓ (Icecream Lab test) લેવામાં આવેલ હતા જે પૈકી નીચે જણાવેલ કુલ-૦૪ નમુનાઓ ધારા ધોરણ મુજબના માલુમ પડેલ નથી, જેથી નીચે જણાવેલ સંસ્થા/ઈસમો સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવશે.

ક્રમ સંસ્થાનું નામ સંસ્થાનુ સરનામું લીધેલ નમુના કારણ
હનુમંતે આઈસક્રીમ એન્ડ લીક્વીડ ૫/૧૫૦, તર્પણ બિલ્ડીંગ, રૂવાલા ટેકરા, ખાઉધરા ગલી, મેઈન રોડ, સુરત કાજુ અંજીર આઈસક્રીમ મિલ્ક ફેટ અને મિલ્ક પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળેલ છે. અને બી. આર. રીડીંગ નું પ્રમાણ જણાવ્યા કરતા વધુ મળેલ છે.
અમરદીપ આઈસક્રીમ એન્ડ  જ્યુસ વોર્ડ નંબર-૧૫/જી, બી નંબર-૧૫, અંબિકા સોસા., ફુલપાડા, કતારગામ, સુરત અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસક્રીમ મિલ્ક ફેટનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળેલ છે. અને બી. આર. રીડીંગનું પ્રમાણ જણાવ્યા કરતા વધુ મળેલ છે.
બાલાજી આઈસક્રીમ પાર્લર દુકાન નંબર-એ/૦૧, જી.એફ., શિવાલી એવેન્યુ, દમણવાલા કોમ્પ્લેક્સ, ઉધના, સુરત વેનીલા આઈસક્રીમ મિલ્ક ફેટ અને મિલ્ક પ્રોટીન નું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળેલ છે. અને બી. આર. રીડીંગ નું પ્રમાણ જણાવ્યા કરતા વધુ મળેલ છે.
ભરકાદેવી આઈસક્રીમ દુકાન નંબર-૧૮, પ્રયોશા પ્રાઇમ, સી આર પાટીલ રોડ, કરડવા રોડ, ડિંડોલી, સુરત વેનીલા આઈસક્રીમ મિલ્ક ફેટ અને મિલ્ક પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતા ઓછું મળેલ છે.

 

અગાઉ થોડા દિવસ પહેલા પણ SMC દ્વારા સરાહનીય કામગીરી કરતા કેટલીક પ્રખ્યાત ગોળા વેચતી સંસ્થાઓના ગોળા ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું હતું.

સુરતમાં ઠેરઠેર ડીશગોળા બનાવતી દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, બરફના સેમ્પલો લઈ લેબમાં મોકલાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "સુરતના પ્રખ્યાત હનુમંતે કે ભરકાદેવી આઈસ્ક્રીમમાં કોકો કે ફાલુદા ખાવા જનારા આ સમાચાર ખાસ વાંચે"

Leave a comment

Your email address will not be published.


*