લ્યો બોલો, ખીચડી કઢીથી ન ધરાયા તો SMCના સત્તાધિકારીઓ ‘સંડાસ’ ખાઈ ગયા હોવાનો થયો દાવો

Published on: 4:39 pm, Fri, 2 April 21

ગુજરાતમાંથી અવાર-નવાર કોઈને કોઈ મોટા-મોટા કૌભાંડ સામે આવતા રહે છે ત્યારે આજે ફરી એક વખત આવું જ એક કૌભાંડ સુરતમાંથી સામે આવ્યું છે. આં પહેલા પણ સુરતમાંથી ખીચડી કૌભાંડ સામે આવ્યું હતું. હજુ તો આ ખીચડી કૌભાંડ પૂરું થયું નથી ત્યાં તો 4 કરોડનું કૂતરા કૌભાંડ સામે આવ્યું છે. ત્યાં બાદ તો ટ્રાફિક પોલીસની ટોઈંગ ક્રેનમાં પણ કૌભાંડ સામે આવ્યું હતું. અને હવે તો હદ થઈ. હવે તો શોચાલયમાં પણ કૌભાંડ સામે આવ્યું છે.

સુરતમાં જ્યારથી જગદીશ પટેલ નગર પાલિકાના મેયર બન્યા છે ત્યારથી સુરત મહાનગરપાલિકા સતત વિવાદમાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યનું સુરત કોર્પોરેશન શું ભ્રષ્ટાચારનું હબ બન્યું છે. ત્યારે સુરતમાં કોર્પોરેશનના એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે.

smc officials claim to have eaten the toilet » Trishul News Gujarati Breaking News

સુરતમાં તુષાર મેઘાણી દ્વારા એક RTI કરવામાં આવી હતી. આ RTIમાં માહિતી માંગવામાં આવી હતી કે સુરત મહાનગરપાલિકા સંચાલિત કુલ કેટલા પે એન્ડ યુઝ ટોયલેટ આવેલા છે? સુરત મનપા જનતાના પરસેવા ના પૈસા નો દિવસે ને દિવસે દુરપયોગ કરતી આવે છે. 1-2 લાખ રૂપિયામાં તૈયાર થતા સંડાશ ને 27.5 લાખ થી માંડીને 40 લાખ રૂપિયા સુધીમાં બનાવવામાં આવી રહા છે.

સમગ્ર સુરત ના તમામ સંડાશ ના કૌભાંડ નો હિસાબ કરીએ તો અંદાજિત 6 થી 7 કરોડ નું કૌભાંડ થવા જઈ રહ્યું છે. જે જનતાના ટેક્ષ ના પૈસામાંથી મહાનગર પાલિકા ના અધિકારીઓ નેતા સાથે મળીને ભ્રષ્ટાચાર કર્યો છે. સુરત મનપા દ્વારા બનાવવામાં આવેલા સંડાશમાં પાણી નથી આવતું અને ફક્ત 2 યુરિનલ 1400 ની કિંમત ની મુકેલી છે. અને 40000 રૂપિયાની દીવાલ વર્ક કરેલ છે. તથા અન્ય પરચુરણ વર્ક મળીને ટોટલ 1 -2 લાખ માં બની જાય. જેની પાછળ સુરત મનપાએ કરોડોનો ધોમાડો કરી નાખ્યો. આવા 5 સંડાશ બનાવવા કતારગામ ઝોને 1.23 કરોડ નો ખર્ચ કર્યો છે. શનિદેવ ઓઇલ મિલ ની સામે આવેલ સંડાશ 40 લાખ માં બનાવ્યું છે. જયારે હકીકત એ છે 40 લાખ માં 200 વાર ના બંગલા નું 3 માળ નું બાંધકામ થઇ જાય. આવો ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર કોણે આપ્યો મનપા ને?

WhatsApp Image 2021 04 02 at 11.14.23 AM » Trishul News Gujarati Breaking News

સુરતમાં એક RTI એક્ટિવિસ્ટ દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત કુલ કેટલા આવેલા છે? તેની માહિતી અને ખર્ચની માહિતી માંગવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ટોયલેટ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો કર્યો હતો. ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકાએ પે એન્ડ યુઝ ટોયલેટના બાંધકામ પાછળ જ 1 કરોડ 23 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

અત્રે ઉલેખનીય છે કે, 35 કરોડનું ખીચડી કૌભાંડ, 8 કરોડનું સ્મશાન કૌભાંડ, 10 કરોડનું પતરા કૌભાંડ, 2 કરોડનું કચરાપેટી કૌભાંડ, 5 કરોડનું ઈન્જેક્શન કૌભાંડ, 15 લાખનું આઈફોન કૌભાંડ અને 10 કરોડના અનાજ કૌભાંડ, 4 કરોડનું કૂતરા કૌભાંડ બાદ સુરત મ્યુનિસિપલ ચોર્પોરેશનનું નવું નજરાણું 6 કરોડનું કૌભાંડ શૌચાલય કૌભાંડ પણ સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.