પહેલીવાર વિમાન માં બેઠેલા આધેડે ટોયલેટમાં જઈને કર્યા એવા કાંડ… આવ્યું પોલીસનું તેડું

Smoking in the plane, Bengaluru: બેંગલુરુ (Bengaluru) પોલીસે મંગળવારે ફ્લાઈટમાં બીડી પીવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે 56 વર્ષીય પ્રવીણ કુમારની બેંગલુરુના કેમ્પેગૌડા…

Smoking in the plane, Bengaluru: બેંગલુરુ (Bengaluru) પોલીસે મંગળવારે ફ્લાઈટમાં બીડી પીવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે 56 વર્ષીય પ્રવીણ કુમારની બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર મુસાફરોના જીવને જોખમમાં મૂકવા બદલ ધરપકડ કરી હતી. આરોપી વ્યક્તિ આકાસા એરલાઈન્સની ફ્લાઈટમાં અમદાવાદથી બેંગ્લોર જઈ રહ્યો હતો. આરોપી પ્રવીણ કુમાર સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, તે પહેલીવાર પ્લેનમાં બેઠો હતો. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તે ઘણીવાર ધૂમ્રપાન કરે છે. પ્લેનમાં પણ આવું કરી શકે છે, એમ વિચારીને ટોયલેટમાં જઈને તેણે બીડી પીધી હતી.

સુરક્ષા તપાસમાં મોટી ભૂલ
લગભગ 1:10 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ પર, એરલાઇનના ડ્યુટી મેનેજર વિજય થુલ્લુરુએ પ્રવીણ કુમાર વિરુદ્ધ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. KIA અધિકારીના જણાવ્યા અનુસાર, પ્લેનમાં ચઢતા પહેલા દરેક યાત્રીની સુરક્ષા માટે તપાસ કરવામાં આવે છે. તે સમય દરમિયાન સિગારેટ કે બીડી ન શોધી શકવી એ ખુબજ મોટી ભૂલ છે.

પ્લેનમાં ધૂમ્રપાન કરવાના નિયમો જાણતા ન હતા
પ્રવીણ કુમારે કહ્યું કે તેઓ પ્લેનમાં ધૂમ્રપાન કરવાના નિયમોથી વાકેફ ન હતા. આરોપી પ્રવીણ રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી છે. તેઓ એક સંબંધીના અવસાન પર બેંગ્લોર જઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને હાલમાં બેંગ્લોર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે. તેણે ફ્લાઇટ દરમિયાન ધૂમ્રપાન કર્યું હતું, તેથી તેના પર મુસાફરોનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ છે.

આ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફર સિગારેટ પીતો પકડાયો હતો, આ ઘટના 11 માર્ચની છે. પોલીસના જણાવ્યા અનુસાર લંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટમાં એક અમેરિકન મુસાફર ટોઈલેટમાં સિગારેટ પી રહ્યો હતો. જ્યારે ક્રૂ મેમ્બરોએ તેને રોક્યો તો તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. ફ્લાઈટનો દરવાજો ખોલવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પછી ક્રૂ મેમ્બરોએ તેના હાથ-પગ બાંધીને તેને બેસાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *