પીરિયડ સમયે મહિલાઓને મંદિરમાં પ્રવેશવું ન જોઇએ : સ્મૃતિના નિવેદનથી હોબાળો

કેરળના સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓને પીરિયડ સમયે પણ પ્રવેશવાની છુટ સુપ્રીમ કોર્ટે આપી દીધી છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ હવે સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કરવા લાગ્યું છે.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આ મામલે એક વિવાદિત નિવેદન કર્યું છે અને જણાવ્યું છે કે પીરિયડના લોહી વાળા કપડા લઇને મંદિરમાં ન જવાય. સ્મૃતિએ આ નિવેદન આપીને મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને એક રીતે સમર્થન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનને યોગ્ય ઠેરવવા એમ પણ કહ્યું હતું કે કોઇ મહિલા પીરિયડના લોહી વાળા કપડા લઇને પોતાના મિત્રના ઘરે જવાનું પસંદ કરશે? જોકે સ્મૃતિ ઇરાનીના આ નિવેદનની ભારે ટીકા થઇ રહી છે.

કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ બ્રિટિશ હાઇ કમિશન દ્વારા આયોજીત યંગ થિંકર કોન્ફરન્સમાં બોલતી વેળાએ આ નિવેદન કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે હું સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ નથી કરી રહી પણ એક હિંદુ મહિલા તરીકે હું પીરિયડ સમયે મંદિરમાં જવાનું ટાળુ છું.

Loading...

જોકે સ્મૃતિ ઇરાનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો તો તેને કેન્દ્રીય પ્રધાને ફેક ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે હું પુરો વીડિયો જારી કરીશ. તેણે જણાવ્યું હતું કે દરેકને પુજાપાઠ કરવાનો અધિકાર છે પણ કોઇને અશુદ્ધ કે અપવિત્ર કરવાનો પણ અધિકાર નથી.

બીજી તરફ ભાજપ હજુ પણ સબરીમાલામાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરવા માટે રેલીઓ કાઢી રહ્યું છે. કોઇમ્બતુરમાં એક હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓએ રેલી કાઢી મહિલાઓના મંદિર પ્રવેશનો વિરોધ કર્યો હતો.

બીજી તરફ કેરળ હાઇકોર્ટમાં જવાબ આપતી વેળાએ એક અધિકારીએ એમ કહ્યું હતું કે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ થશે જ તે નિશ્ચિત હતું. સુપ્રીમ કોર્ટના આદેશથી નારાજ લોકો આ વિરોધ કરશે તે નક્કી હતું.

૧૭મી ઓક્ટોબરે સબરીમાલા મંદિરના દરવાજા ખુલ્યા હતા જે પાંચ દિવસ સુધી ખુલ્લા રહ્યા હતા. આ દરમિયાન એક પણ ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાને મંદિરમાં પ્રવેશવા નથી દેવાઇ.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.