ગુજરાતમાં બેફામ બન્યા ગૌતસ્કરો: વલસાડમાં ક્રુરતા પૂર્વક ગૌમાતાને કારમાં ભરી ફરાર- જુઓ વિડીયો

આજકાલ તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધતો જોવા મળ્યો છે. તેમજ ગૌતસ્કરો પણ બેફામ બની રહ્યા છે. આ દરમિયાન ઔદ્યોગિક નગરી વાપીના ભડકમોરા ચણોદ રોડ પર…

આજકાલ તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધતો જોવા મળ્યો છે. તેમજ ગૌતસ્કરો પણ બેફામ બની રહ્યા છે. આ દરમિયાન ઔદ્યોગિક નગરી વાપીના ભડકમોરા ચણોદ રોડ પર મોડી રાત્રે ગૌતસ્કર ટોળકી રસ્તે બેસેલી ગાયોને ક્રૂરતાપૂર્વક પોતાની ગાડીમાં ભરી અને ફરાર થઈ ગયા હોવાનો લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હાલ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જેને કારણે જિલ્લાના ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લાગી રહ્યું છે કે, વલસાડ જિલ્લામાં ગૌતસ્કરોને ખાખીનો પણ ખોફના હોય તેમ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે રસ્તા પર બેસેલી ગાયો અને ગૌવંશને ક્રૂરતા પૂર્વક કાર અને જીપ જેવા નાના વાહનોમાં ભરી અને મોડી રાત્રે રાતના અંધકારમાં ફરાર થઈ જાય છે અને ત્યારબાદ તેમને કતલખાને ધકેલી દેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, અત્યાર સુધી આવા અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. તેમ છતાં જિલ્લામાં ગૌતસ્કરી પર રોક લાગી શકી નથી ઔધોગિક નગરી વાપીમાં જેવા રાત દિવસ સતત ધમધમતા શહેરી વિસ્તારમાં પણ મોડીરાત્રે રસ્તા પર બેસેલી ગૌવંશને ગાડીઓમાં ભરી અને ગૌતસ્કરોએ  રાતના અંધકારમાં ફરાર થઈ જતા હોય છે.

આવો જ એક લાઇવ સીસીટીવી વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાપીના ભડકમોર ચણોદ રોડ પર મોડી રાત્રે ગૌતસ્કર ટોળકી રસ્તા પર બેસેલી ગાયો અને વાછરડાઓને સ્કોર્પિયો જેવી પોતાની ગાડીમાં બળજબરી પુર્વક ભરીને ગણતરીની મિનિટોમાં જ ફરાર થઈ જાય છે.

આ અગાઉ પણ ગૌતસ્કરી કરતી આવી ગેંગનો સામનો કરતા ગૌતસ્કરોએ ગૌરક્ષકો અને પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલાના ઘણા બનાવ બની ચૂકી છે. જોકે, અત્યારે તો વાપીના ભડકમોરા વિસ્તારમાં બનેલ ગૌરસ્કરીનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને કારણે જિલ્લાના જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોમાં હાલ રોષની લાગણી જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *