સુરતમાં અડધી રાત્રે મોબાઈલની દુકાનમાં ત્રાટકયા તસ્કરો અને કોથળો ભરી મોંઘાદાટ મોબાઈલ લઈને થયા ફરાર- જુઓ દિલધડક વિડીયો

Published on: 5:50 pm, Thu, 13 May 21

સુરતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ સુરતના હજીરા મેઇન રોડ પર ઇચ્છાપોરની મોબાઇલ શોપમાંથી રૂ. 6.16 લાખની ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચીજવા પામી છે. ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નં. 3 નજીક શ્રી રાધે મોબાઇલ શોપમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો શટરને વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશી 25 નંગ મોબાઇલ ફોન કુલ કિંમત રૂ. 6.16 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા.

સુરત-હજીરા રોડ મેઇન રોડ પર આવેલા ઇચ્છાપોર ગામના બસ સ્ટેન્ડ નં. 3 નજીક શ્રી રાધે મોબાઇલ શોપમાં ગત રાત્રે 2 વાગ્યાના અરસામાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ મોબાઇલ શોપનું શટર વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશી મેઇન ગેટનો કાચનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા.

તસ્કરોએ ડિસ્પ્લેમાં મુકેલા અને કાઉન્ટરમાંથી અલગ-અલગ કંપનીના 25 નંગ મોબાઇલ ફોન કિંમત રૂ. 6.16 લાખની મત્તાના ચોરીને ભાગી ગયા હતા. ઘટના અંગે સવારે દુકાનદાર યતેન્દ્ર ઉર્ફે નિકું વિશ્વામિત્ર અગ્રવાલ (ઉ.વ. 32 રહે. કે 101, કિંગસ્ટોન એપાર્ટમેન્ટ, ગ્રીનસિટી સામે, ભાઠાગામ) એ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઇચ્છાપોર પોલીસ દોડી આવી હતી.

પોલીસ ડોગ સ્કોર્ડ અને એફએસએલની મદદ લઇ તપાસ હાથ ધરવાની સાથે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં તસ્કરો રાત્રે 2.17 કલાકે ત્રાટકયા હતા અને માત્ર 3 મિનીટમાં ચોરીનો કસબ અજમાવી ભાગી ગયા હતા. પોલીસે ચોરી ઉપરાંત રૂ. 70 હજારના નુકશાન સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.