કાર લઈને ચોરી કરવા પહોંચ્યા ચોર! દુકાનનું શટર તોડી 46 રોકડા લઈને થયા રફુચક્કર- જુઓ CCTV વિડીયો

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેર-જિલ્લામાં પોલીસ તંત્રના લીરેલીરા ઉડાવી રહેલા બેફામ તસ્કરો હવે બાઇકના બદલે કાર લઇને ચોરી કરવા માટે નીકળી રહ્યા છે. વડોદરા જિલ્લા સાવલી ભાદરવા…

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) શહેર-જિલ્લામાં પોલીસ તંત્રના લીરેલીરા ઉડાવી રહેલા બેફામ તસ્કરો હવે બાઇકના બદલે કાર લઇને ચોરી કરવા માટે નીકળી રહ્યા છે. વડોદરા જિલ્લા સાવલી ભાદરવા ચોકડી નજીક આવેલી એક દુકાનમાં ચોરી(Shoplifting) કરવા માટે 4 તસ્કરો બાઈક નહિ પરંતુ કાર લઇને ગયા હતા. તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનના ગલ્લામાંથી રૂપિયા 46 હજારની રોકડ ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. હાલમાં પોલીસે CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ ફરિયાદ અનુસાર, સાવલી ભાદરવા ચોકડી પાસે ભાથીજી મંદિરના પાછળના ભાગમાં દિનેશભાઇ ઇશ્વરભાઇ ભોઇ રહે છે અને ભાદરવા ચોકડી પાસે શ્રી ખોડીયાર નામની અનાજ કરીયાણાની દુકાન ચાલવી રહ્યા છે. તેઓ ગઈ રાત્રે દરરોજની જેમ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. જે દરમિયાન મોડી રાત્રે બેફામ તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર ઘૂસીને દુકાનના ગલ્લામાંથી રૂપિયા 46,000 રોકડા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

CCTVની તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરો કાર લઈને આવ્યા હતા:
જ્યારે સવારે દુકાને આવેલા દિનેશભાઇ ભોઇએ શટરના તાળાં તૂટેલા જોતા હચમચી ઉઠ્યા હતા. ત્યાર બાદ દુકાનમાં જઇ ગલ્લામાં તપાસ કરતા ગલ્લામાં મુકેલા રૂપિયા 46,000 રોકડ ચોર લઈને ભાગી ગયા હતા. આ દરમિયાન બનાવની જાણ આસપાસના વિસ્તારમાં થતાં લોકો દુકાને દોડી આવ્યા હતા. તે સાથે આ ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને CCTV ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવી તો ચાર તસ્કરો નંબર પ્લેટ વગરની કાર લઇને ચોરી કરવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તસ્કરો કાર લઇને આવ્યા હોવાની જાણ વિસ્તારમાં પ્રસરી જતા એક ચર્ચાનો વિષય બન્યો હતો.

વડોદરાના સાવલીના ભાદરવા ચોકડી પાસે અનાજ કરીયાણાની દુકાનમાં થયેલી ચોરી અંગે સાવલી પોલીસે CCTV ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે અને તેને આધારે કારમાં ચોરી કરવા માટે આવેલા અજાણ્યા ચાર તસ્કરો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *