ગૌ તસ્કરોએ વટાવી હદ- ગૌમાતાનું અપહરણ કરી કારની ડેકીમાં ભરી ઉઠાવી ગયા- જુઓ ઘટનાનો LIVE વિડીયો

Published on: 10:31 am, Thu, 23 June 22

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad) જિલ્લો મહારાષ્ટ્રને અડીને જ આવેલો છે. જ્યાંથી તસ્કરો અવારનવાર વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગૌમાતાની તસ્કરી કરી રહ્યા હતા. થોડા સમય અગાઉ વલસાડ SPએ તસ્કરો સામે કરેલી કડક કાર્યવાહીને લઈને ગૌ તસ્કરીમાં ઘટાડો થયો હતો. વલસાડ જિલ્લા પોલીસની આ પ્રકારની કાર્યવાહીને લઈને તસ્કરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે હવે ફરી તસ્કરો વલસાડ જિલ્લામાં તસ્કરી કરવા સક્રિય બન્યા હોય તેવું લાગી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, વલસાડના છીપવાડમાં તાજેતરમાં 19 જુનની વહેલી સવારમાં ગૌ તસ્કરોએ છીપવાડ દાણા બજાર વિસ્તારમાંથી એક સફેદ રંગની કારમાં 2 તસ્કરો દ્વારા ગૌવંશની તસ્કરી કરતા નજીકમાં આવેલા CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી હતી. વેપારીએ મંગળવારના રોજ દુકાનના CCTV ફુટેલ ચેક કરવા જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ઘટના અંગે વેપારીઓએ નગર પાલિકાના અગ્રણીઓને ઘટનાની જાણ કરવામાં આવતા વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા ઘટના અંગે વલસાડ સીટી પોલીસ અને SPને એક લેખિત રજુઆત કરી જિલ્લામાં ગૌ વંશની તસ્કરી અટકાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી.

પશુપાલકો પણ આ ઘટનાની અજાણ હોવાને કારણે પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાઇ નથી પશુપાલકો પશુધનને ખુલ્લામાં ચરવા મોકલી આપતા હોવાથી આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. પશુપાલકો પશુ ધનની રખેવાળી કરવા સાથે રહેતા ન હોવાથી તસ્કરોને ખુલ્લું મેદાન મળી રહે છે. જે પશુ પાલકના ગૌ માતાની તસ્કરી થઈ હોય તે પશુપાલક જ આ ઘટનાથી અજાણ રહે છે. તસ્કરો દ્વારા ગૌવંશને ઈન્જેકશન મારવામાં આવે અને બેભાન કરીને ગૌવંશની તસ્કરી કરતા હોય તે વારંવાર સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.