મકરસંક્રાંતિનાં દિવસે અહીંયા લોકો ગરમ તેલમાં હાથ ડુબાડી અને સળગતા અંગારાઓ પર ચાલીને ભગવાનને કરે છે પ્રસન્ન- જુઓ વિડીયો

Published on: 9:03 pm, Thu, 13 January 22

ઘણાં વિસ્તારોમાં અલગ અલગ રીતે ભગવાનની માનતા અથવા પૂજાઓ કરતા હોય છે. દરેક વ્યક્તિની શ્રદ્ધા અને આરાધના અલગ રીતની હોય છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો ઘણી માનતાઓ પણ કરતા હોય છે.

કઈક આવી જ રીતે કર્ણાટકમાં આવેલ એક ગામ કુડિગેરેમાં મકર સંક્રાંતિના દિવસે ભગવાન અયપ્પાની અલગ જ રીતે આરાધના કરવામાં આવે છે. અહિયાં લોકો ગરમ તેલમાં હાથ ડુબાડીને ભગવાનની પૂજા કરે છે. આટલું જ નહિ પરંતુ સળગતા અંગારાઓ પર પણ ચાલે છે.

એવું જાણવા મળ્યું છે કે અહિયાં સળગતા અંગારા પર ચાલવાની પ્રથા ખુબ જૂની છે. કર્ણાટકમાં આવેલ શિવ અયપ્પા જિલ્લાના કુડિગેરે ગામમાંથી કેટલાક ફોટો સામે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati