થોડી જ સેકન્ડનો આ વિડીયો તમારા હોંશ ઉડાવી દેશે- વ્યક્તિનું બાઈક પાટા પર ફસાઈ ગયું અને પછી…

વાયરલ(Viral): અવારનવાર સોશિયલ મીડિયા(Social media) પર ખતરનાક વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. આવો જ એક ભયંકર વિડિયો વાયરલ થતાં લોકોના હોશ ઉડી ગયા…

વાયરલ(Viral): અવારનવાર સોશિયલ મીડિયા(Social media) પર ખતરનાક વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. આવો જ એક ભયંકર વિડિયો વાયરલ થતાં લોકોના હોશ ઉડી ગયા છે. તમે રસ્તા પર જેટલા સાવધાન રહો એટલું ઓછું છે, કઈ દુર્ઘટના ક્યારે તબાહી મચાવી દે તો ક્યારેક જીવનભર નો પાઠ ભણાવી દે છે. ત્યારે આવું જ કંઈક એક વ્યક્તિ સાથે થયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈ તમારા દિલની ધડકન પણ થોડા સમય માટે થંભી જશે. થોડી જ સેકન્ડનો આ વિડીયો તમારા હોંશ ઉડાવી દેશે. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ વિડીયો ઉત્તર પ્રદેશનો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં લોકો ફાટકની વચ્ચોવચ ઊભા રહી આગળથી પસાર થઈ રહેલી ટ્રેનની જવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોઈ વ્યક્તિને પણ આ વાતનો અંદાજો ન હતો કે થોડી જ ક્ષણો બાદ અહીંયા શું થવાનું છે. ત્યાર પછી શું થયું તે જાણવા માટે પહેલા તમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને એકવાર જોશો તો તમારા શ્વાસ થોડી ક્ષણો માટે થંભી જશે.

વિડિયોમાં તમે જોઈ રહ્યા છો કે પાટા પર લોકો પોતાના વાહન લઈને ટ્રેન જવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે અચાનક જ એક તરફથી અન્ય એક ટ્રેન આવતી જોવા મળી રહી છે. આ જોઈને લોકો સાયકલ અને બાઈક લઈને પાછા હટી જાય છે. પરંતુ આ સમય દરમિયાન એક વ્યક્તિનું બાઈક પાટા પર જ ફસાઈ જાય છે અને તેને કાઢવાનો પ્રયાસ કરવા લાગે છે. વ્યક્તિ તેની બાઈક છોડીને જેવો ત્યાંથી ભાગે છે અને તરત જ પાછળ વળીને જુએ છે, ત્યારે તેની બાઈક નો ખુરદો બોલી ગયો હોય છે.

હાલમાં આ વીડિયોને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ youtube પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને ખૂબ જ લોકો જોઈ રહ્યા છે. એટલું જ નહીં ઘણા લોકો દ્વારા વીડિયોને લાઈક પણ કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને કોઈ વ્યક્તિને પણ આ શખ્સના ભાગ્ય પર વિશ્વાસ થઈ રહ્યો નથી. આ વીડિયોને જોઈને સૌ કોઈ ચોકી ઉઠ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *