પૃથ્વી પર તોળાઇ રહ્યો છે વધુ એક ખતરો: NASAના વૈજ્ઞાનિકોને સૂર્યની સપાટી પર આ તો શું દેખાયું?

નાસા(NASA)ની સોલાર ડાયનેમિક ઓબ્ઝર્વેટરીએ સૂર્યના બાહ્ય વાતાવરણમાં એક મોટું ‘કોરોનલ હોલ(Coronal Hall)’ શોધી કાઢ્યું છે, જેને કોરોના(Corona) કહેવાય છે. સૂર્યના દક્ષિણ વિસ્તારમાં આ ખુલ્લા છિદ્રમાંથી…

નાસા(NASA)ની સોલાર ડાયનેમિક ઓબ્ઝર્વેટરીએ સૂર્યના બાહ્ય વાતાવરણમાં એક મોટું ‘કોરોનલ હોલ(Coronal Hall)’ શોધી કાઢ્યું છે, જેને કોરોના(Corona) કહેવાય છે. સૂર્યના દક્ષિણ વિસ્તારમાં આ ખુલ્લા છિદ્રમાંથી ચાર્જ્ડ કણોનો પ્રવાહ નીકળી રહ્યો છે. તેઓ પૃથ્વીના વાતાવરણ સાથે અથડાઈ શકે છે.

એક મોટું સૌર તોફાન પૃથ્વી પર આવી શકે છે:
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, સૂર્યની સપાટી પર થઈ રહેલા ફેરફારોને કારણે પૃથ્વી પર મોટું સૌર તોફાન આવી શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર, સૂર્યની સપાટી પર એટલે કે કોરોના પર એક છિદ્ર જોવા મળ્યું છે. આ છિદ્રમાંથી ચાર્જ થયેલા કણોનો સતત વરસાદ થાય છે. આ કણો પૃથ્વીના વાતાવરણ સાથે અથડાવાની શક્યતા છે.

થોડી જીઓમેગ્નેટિક હિલચાલ હોઈ શકે છે:
સ્પેસવેધરના અહેવાલ મુજબ, આના કારણે પૃથ્વીના મેગ્નેટોસ્ફિયરમાં થોડી જીઓમેગ્નેટિક હિલચાલ થઈ શકે છે. પૃથ્વી તરફ વિદ્યુતપ્રવાહના કારણે ધ્રુવીય પ્રદેશોમાં ઓરોરા અસર પેદા થઈ શકે છે. જેના કારણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવના આકાશમાં લીલો પ્રકાશ જોવા મળી શકે છે.

2025માં સૌર તોફાન સૌથી પ્રબળ હશે:
નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરના પ્રોગ્રામ કોઓર્ડિનેટર બિલ મુર્તાઘે જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોમાં સૂર્યમાં ખૂબ જ ઓછી હિલચાલ જોઈ છે. આ મોટે ભાગે સૌર લઘુત્તમ દરમિયાન થાય છે, પરંતુ હવે આપણે સૌર મહત્તમ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. વર્ષ 2025માં આ સૌથી ઝડપી હશે.

GPS નેવિગેશન વિક્ષેપિત:
સૌર વાવાઝોડાને કારણે પૃથ્વીનું બાહ્ય વાતાવરણ ગરમ થઈ શકે છે, જેની સીધી અસર ઉપગ્રહો પર પડી શકે છે. આનાથી GPS નેવિગેશન, મોબાઇલ ફોન સિગ્નલ અને સેટેલાઇટ ટીવીમાં દખલ થઈ શકે છે. પાવર લાઈનોમાં કરંટ વધારે હોઈ શકે છે, જે ટ્રાન્સફોર્મર્સને પણ ઉડાવી શકે છે. જોકે આવું ભાગ્યે જ બને છે કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેની સામે રક્ષણાત્મક કવચનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *