નક્સલ હુમલામાં બચી જનાર જવાને જણાવી પોતાની દર્દનાક કહાની- જાણીને તમે પણ આંસુ નહીં રોકી શકો

Published on: 4:06 pm, Wed, 7 April 21

થોડા દિવસ પહેલાં જ એટલે કે, 3 એપ્રિલનો દિવસ સમગ્ર દેશ માટે ખુબ આઘાતજનક સાબિત થયો હતો. જેના પાછળનું એકમાત્ર કારણ એ હતું કે, છત્તીસગઢમાં આવેલ બીજાપુરમાં થયેલ હુમલામાં એકસાથે કુલ 22 જવાનો શહીદ થયા હતાં. જેમાં બાસાગુડાના જવાન સુભાષ નાયકનો પણ સમાવેશ થાય છે.

સુભાષની શહીદીએ ના માત્ર તેમના પરિવારને હચમચાવી દીધો પણ મિત્ર શંકર પુનેમને પણ ખુબ આઘાત આપ્યો હતો. શંકર DRGનો જવાન છે તેમજ અથડામણના દિવસે સુભાષની સાથે તેઓ પણ નક્સલીઓની સાથે બબ્બે હાથ કર્યાં હતા. વર્ષ 2018માં જયારે નક્સલવાદીઓએ તેમના પર હુમલો કર્યો ત્યારે સુભાષે પોતાનો જીવ દાવ પર લગાવીને તેમને બચાવ્યા હતા.

સુભાષે બજારની વચ્ચે નક્સલીને માર્યો હતો:
જાહેરમાં જ આ હુમલામાં સુભાષ બહાદુરીથી નક્સલવાદીઓ સામે લડ્યા હતા. એમાંથી એક નક્સલવાદીને તો મારી પાડવામાં આવ્યો હતો તેમજ તેના કબજામાંથી હથિયાર પણ લઇ લેવામાં આવ્યા હતા પણ એ જ મિત્રને હુમલામાં તેઓ શહીદ થતા જોઇ રહ્યા હતા.

શંકરે કહ્યું હતું કે, સુભાષની બહાદુરી જોયા પછી તેમને બઢતી આપવામાં આવી હતી. આ બહાદુરી માટે સુભાષ ખુબ પ્રખ્યાત હતા. અથડામણ વખતે નક્સલવાદી ગોળીઓ વરસાવી રહ્યા હતા ત્યારે બૉમ્બ ફૂટી રહ્યા હતા અને ખેતરમાં પથ્થરની બાજુમાં જમીન પર પોઝિશન લઈ રહ્યા હતા.

દોસ્તને ના બચાવી શક્યાનો અફસોસ:
બીજી તરફ સુભાષ નક્સલવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યા હતા. ગોળીઓના અવાજથી ઊઠતા ધૂમાડાની વચ્ચે સુભાષ શહીદ થયા હતાં. શંકરને અફસોસ થાય છે કે, તેઓ સુભાષને બચાવી શક્યા નહીં. બીજી તરફ બાસાગુડામાં તાલપેરૂ નદીકાંઠે એક નાનકડા મકાનમાં સુભાષનો પરિવાર રહે છે. સુભાષના શહીદ થયા પછી તેમની પાછળ વૃદ્ધ મા, પત્ની તથા તેમના 3 બાળકો રહી ગયા છે કે, જેમનું આવનારું ભવિષ્ય કેવું હશે એ પ્રશ્ન તેમની માતાને વારંવાર સતાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.