છેલ્લા 12 કલાકમાં વતન જઈ રહેલા વધુ 32 મજુરોના જીવ ગયા- વાંચો રીપોર્ટ

કોરોનાવાયરસને કારણે લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી lockdown પ્રવાસીઓ માટે મુશ્કેલીઓનો પહાડ બની ગયું છે. ઘણું લાંબુ અંતર કાપી નીકળેલા પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં રોડ દુર્ઘટના શિકાર થઇ રહ્યા છે. આજના દિવસમાં ઉત્તરપ્રદેશમાં બીજી રોડ દુર્ઘટના સામે આવી છે જેમાં દંપતીનું મૃત્યુ થઈ ગયું છે. દેશમાં બાર કલાકની અંદર આ ત્રીજી દુર્ઘટના છે, ત્રણેય દુર્ઘટનાને મેળવીને અત્યાર સુધી 32 લોકોનું મૃત્યુ આજની તારીખમાં થઈ ચૂક્યું છે.

જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે. લખનઉ એક્સપ્રેસ વે પર એક ટેમ્પો ટ્રકની ઝપેટમાં આવી ગયો. જેનાથી દંપતીનું મૃત્યુ થઈ ગયું છે.મળતી જાણકારી અનુસાર પરિવાર ટેમ્પો દ્વારા હરિયાણા થી બિહાર જઈ રહ્યો હતો. આગ્રામાં ટેમ્પો અને ટ્રક વચ્ચે જોરદાર એક્સીડન્ટ થયું જેનાથી પતિ પત્નીનું મૃત્યુ થઈ ગયું. તેમનો પાંચ વર્ષનો માસૂમ બાળક પણ છે. જણાવી દઈએ કે અશોક હરિયાણામાં રહીને રિક્ષા ચલાવતા હતાં લોકડાઉનના કારણે પરિવાર સાથે બિહારના દરભંગા જઈ રહ્યા હતા.

આના પહેલા ઉત્તર પ્રદેશના અરેનામાં આજે વહેલા સાડા ત્રણ વાગ્યે ટ્રક વચ્ચેની અથડામણમાં 24 મજૂરોનું મૃત્યુ થઈ ગયું છે અને 40 ની આસપાસ લોકો ઘાયલ આ આખા એકસીડન્ટ ને લઈને જે જાણકારી મળી છે તેના અનુસાર દિલ્હીથી આવેલો ટ્રક એક ઢાબા પર ઊભો હતો. તેમાંથી કેટલાક મજૂરો ચા-પાણી માટે નીચે ઉતરી ગયા હતા અને કેટલાક બેસેલા હતા. આ તમામ ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાના રહેવાસી હતા.

આ દરમિયાન ફરીદાબાદથી આવી રહેલ એક બીજો ટ્રક જેમાં ૮૦ મજુર હતા પાછળથી દિલ્હીવાળા ટ્રકને ટક્કર મારી પલટી ખાઈ ગયો. ફરીદાબાદ વાળા ટ્રકમાં બોરીઓ પણ ભરેલી હતી, જેમાં ઝારખંડ બિહાર યુપી તેમજ પશ્ચિમ બંગાળના પ્રવાસી હતા. કેટલાક મજૂરો આ બોરીઓ નીચે દબાઈ ગયા ત્યાં સુધી તેઓને બહાર કાઢવામાં આવે તેમનામાંથી ઘણા લોકોનું મૃત્યુ થઈ ગયું. આ રોડ દુર્ઘટના વિશે પીએમ મોદીએ કહ્યું કે રોડ દુર્ઘટના ખૂબ દુઃખદાયી છે.

ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ પ્રવાસી મજૂરો દુર્ઘટનાનો શિકાર થતાં દેખાઈ રહ્યા છે. મધ્યપ્રદેશની આ દુર્ઘટનામાં છ પ્રવાસી મજુરોના મૃત્યુ થઈ ગયા હતા. જાણકારી અનુસાર સાગર કાનપુર રોડ પર ખાન થાણા અંતર્ગતની ઘાટી સેમરા પૂલ પાસે મજૂરો થી ભરેલો એક ટ્રક પલટી ખાઇ ગયો. આ દુર્ઘટનામાં 19 મજૂરો ઘાયલ થઈ ગયા છે તેમ જ પાંચ લોકોનું મૃત્યુ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: