દીકરાએ પોતાની 75 વર્ષની માતાની કરી ક્રૂર હત્યા, બચવા માટે છુપાયો એવી જગ્યાએ કે પોલીસને છૂટ્યો પરસેવો

છત્તીસગઢ: છત્તીસગઢના બલોદાબજારમાં દીકરાએ જ પોતાની માતાની ક્રૂર હત્યા કરી હતી. તે દારૂના નશામાં અવારનવાર તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો હતો. ગુરુવારે રાત્રે જ્યારે…

છત્તીસગઢ: છત્તીસગઢના બલોદાબજારમાં દીકરાએ જ પોતાની માતાની ક્રૂર હત્યા કરી હતી. તે દારૂના નશામાં અવારનવાર તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો હતો. ગુરુવારે રાત્રે જ્યારે પુત્ર દારૂ પીને ઘરે આવ્યો ત્યારે  માતાએ તેને ટોકવા પર ઝઘડો થયો હતો. ત્યારબાદ ગુસ્સામાં આવીને 75 વર્ષીય માતાની છાતી અને પેટ પર અનેક ઘા મારીને તેની હત્યા કરી હતી. સમગ્ર મામલો બિલાઈગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના પવની ગામનો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે પકડાયેલા વ્યક્તિનું નામ જોહનલાલ જાણવા મળ્યું છે. મૃતક મહિલાનું નામ ધનકુંવર હોવાનું સામે આવ્યું છે. પોલીસે જોહનલાલને શુક્રવારે ધરપકડ કરી હતી. હવે તેની વિરુધ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોહનલાલને દારૂનું વ્યસન હતું. અવારનવાર દારૂના નશામાં તે તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો હતો. આ અંગે તેના પરિવારના સભ્યો પણ ચિંતિત હતા. માતા જોહાનલાલને દારૂ પીવાથી અટકાવતી હતી, પરંતુ તેણે ક્યારેય  માતાનું સાંભળ્યું ન હતું.

અહીં, તેના બંને પુત્રો પણ ઘટના સમયે ઘરે ન હતા. ત્યાં તેની પત્ની સૂતી હતી. આરોપીની પત્ની સાસુની ચીસો સાંભળીને રૂમની બહાર આવી ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો. ત્યારબાદ પરિવારે આ વાતની જાણ શુક્રવારે સવારે બિલાઈગઢ પોલીસ સ્ટેશનને કરી હતી. જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી હતી કે, આરોપી પવની ગામમાં જ છુપાયો છે. આ પછી પોલીસે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા અને આરોપીની ધરપકડ કરી હતી. આ બાબતે બિલાઈગઢ ટીઆઈ જીતેન્દ્ર કૌશલેએ જણાવ્યું હતું કે, ઘટના અંગેની માહિતી સવારે મળી હતી. આ પછી આરોપીને તેના ગામમાંથી પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *