ભગવાન આવો પુત્ર કોઈને ન આપે!!! વૃદ્ધ પિતાને રસ્તા પર ઢસડીને હેવાન પુત્રએ માર માર્યો

Published on: 3:08 pm, Fri, 18 June 21

ગુજરાતના વલસાડમાં કળિયુગી કપૂતનું કારસ્તાન સામે આવ્યું છે. મૂળી ગામના એક દીકરાએ પોતાના 95 વર્ષના વૃદ્ધ પિતાને બેહરેમીથી માર માર્યો છે. પિતાને મોટો દીકરો ખુબ હેરાન કરતો હતો. જેથી પિતા ફરિયાદ કરવા નાના દીકરાના ઘરે ગયા હતા. પરંતુ દીકરાથી આ સહન ન થયું અને નાના દીકરાના ઘરે પહોંચી પિતાને ઢોર માર મારવા લાગ્યો. સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી પૌત્રએ કાકા સામે ફરિયાદ નોંધાવી છે. જેથી આ કળિયુગી કપૂતની પોલીસે ધરપકડ કરી છે. 

પોલીસ સ્ટેશનમાં પૌત્રએ વીડિયોને પ્રૂફ બાદ FIR થઈ હતી. વલસાડ તાલુકાના મૂળી ગામમાં રહેતા 95 વર્ષના ભીખાભાઈ સોમાભાઈ હળપતિના બે દીકરા શંકરભાઈ અને રમણભાઈ છે. ભીખાભાઈ તેમના દીકરા રમણભાઈ સાથે રહેતા હતા.

પીડિત દીકરા શંકરના ઘરે 14 જૂન 2021 ના રોજ સવારે આવી પૌત્ર રાજુને મળી તેના કાકા રમણભાઈ તેમને માર મારી રહ્યા હોવાનું તેમજ તેમની સારવાર કરાવી ન રહ્યા હોવાની ફરિયાદ પૌત્રને કરી રહ્યા હતા. હવેથી શંકરભાઈના ઘરે જ રહેવા આવવાનું જણાવ્યું હતું. જે દરમિયાન રમણભાઈ અચાનક આવી જતા ભીખાભાઈને માર માર્યો હતો. હેવાન પુત્ર પોતાના જ પિતાને ઘસડી ફળિયામાં આવેલા તેમના ઘર સુધી લઇ ગયો હતો.

સમગ્ર ઘટનાનો વીડિયો પૌત્ર રાજુએ બનાવ્યો હતો. ત્યારબાદ આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં દાદાને મારનાર સગા કાકા રમણભાઈ વિરુધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

આખી ઘટનામાં પ્રશ્નએ ઉભો થાય છે કે, પિતાને મારવાનો દીકરાને હક કોણ આપ્યો. શું નાના દીકરાના ઘરે જવું ગુનો છે. આવા કળિયુગીના હેવાન બની બેઠલા કપૂતોને કડક સજા ક્યારે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.