અમદાવાદમાં દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપતા સાસુ-સસરાએ પુત્રને પણ મિલકતમાંથી બેદખલ કર્યો

અમદાવાદ(ગુજરાત): નરોડા ખાતે રહેતી એક યુવતીના લગ્ન દસક્રોઈ તાલુકાના એક ગામમાં રહેતા તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્નના ચાર-પાંચ મહિના સારી રીતે રાખ્યા બાદ સાસુ-સસરા,…

અમદાવાદ(ગુજરાત): નરોડા ખાતે રહેતી એક યુવતીના લગ્ન દસક્રોઈ તાલુકાના એક ગામમાં રહેતા તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્નના ચાર-પાંચ મહિના સારી રીતે રાખ્યા બાદ સાસુ-સસરા, નણંદ સહિતનાં સાસરિયાં પક્ષે યુવતીને કોઈપણ વાંક વગર માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. યુવતી સંસાર ન બગડે એ માટે બધું સહન કરતી હતી. યુવતીને કોઈક દિવસ સવારે ઊઠતાં થોડું મોડું થાય તો સસરા રૂમના દરવાજે લાતો મારી યુવતીને કહેતા કે,  અમારે તને રાખવી જ નથી.

દહેજમાં તું તારા પિયરથી કાંઈ લાવી નથી, પિયરથી 25 લાખ લઈ આવ તો જ તને અહીં રાખીશું. આ બાબતે યુવતીના પતિએ તેની તરફેણ કરતાં સાસુ-સસરાએ તેને કહ્યું હતું કે, તારે તારી પત્નીની સાઈડ લેવી હોય તો તું પણ આ ઘર છોડીને ચાલ્યો જા અને તારા સસરાને કહે તને મકાન લઈ આપે. આવા સંજોગોમાં અસહ્ય ત્રાસથી યુવતીએ તેનાં માતા-પિતાને વાત કરતાં તેમણે સમાધાન કરાવ્યું હતું, પણ થોડા દિવસ પછી ફરી યુવતીને ત્રાસ આપવાનું શરુ કર્યું હતું.

યુવતી પાસેથી થોડા મહિના પહેલાં દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી, તેથી યુવતી પિયર આવી ગઈ હતી, થોડા દિવસ પછી તેનો પતિ પણ તેની સાથે પિયર આવી ગયો હતો. તેના કારણે યુવતીના સસરાએ યુવકને પોતાની મિલકતમાંથી બેદખલ કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે સમજાવા છતાં કોઈ પરિણામ ન આવતાં યુવતી સાસુ-સસરા સહિત 7 લોકો વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં દહેજની માગણી અને ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. પત્નીને પરિવાર દ્વારા દહેજની માગણી કરીને માનસિક ત્રાસ અપાતાં પતિએ તેનો પક્ષ લીધો હતો. જેની સામે તેના પરિવારે તેને મિલકતમાંથી બેદખલ કરવાની તપાસ હાથ ધરતાં પુત્રએ પોતાનો હક હિસ્સો મેળવવા પિતાના નિર્ણય વિરુધ કોર્ટમાં કેસ કર્યો હતો.

વારંવાર સાસુ-સસરા દહેજની માગણી કરી ઘરમાં નોકરાણી જેવું વર્તન કરતા હતા. પરિણીતાએ લગ્ન બાદ સાસરીમાં ઠરીઠામ થયેલી બે નણંદો પિયરમાં આવતાં તેઓ તેની વાત સમજશે એવું વિચારીને તેને સમગ્ર વાત કરી હતી. જોકે ભાભીની મદદ કરવાના બદલે નણંદોએ પોતાનાં માતા-પિતાનું ઉપરાણું લઈને પરિણીતાને ગાળો બોલી માર પણ માર્યો હતો. પત્નીનો પક્ષ લેવા બદલ તેના પતિને પણ ધમકાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *