કળિયુગી દીકરો :પુત્ર એ PUBG રમવાની ના પાડનારા પિતાની હત્યા કરી નાખી

Son kills father who refuses to play PUBG

PUBG રમવાની ના પાડનારા પિતાને અહીં એક પચીસ વર્ષના યુવાને ગુસ્સે થઇને મારી નાખ્યા હતા અને લાશના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. કર્ણાટકના બેલાગવી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ચકચાર જગાડી હતી.

પોલીસે આપેલી માહિતી મુજબ રઘુવીર કુંભાર નામના આ યુવાનને PUBG રમવાના મુદ્દે પિતાની સાથે બોલાચાલી થઇ હતી. એના પિતા શંકરપ્પા કુંભાર નિવૃત્ત પોલીસકર્મી હતા. 65 વર્ષના પિતાએ રઘુવીરને આ રમત રમવાની ના પાડતાં એ ઉશ્કેરાઇ ગયો હતો અને પિતા પર હુમલો કર્યો હતો. એણે પિતાનું માથું ફોડી નાખ્યું હતું અને પગ પર પણ ભારે હુમલો કર્યો હતો. ત્યારબાદ પિતાના પાર્થિવ શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા.

પોતે પિતાની હત્યા કરી નાખી છે એની એના પર કોઇ અસર નહોતી. એણે મોબાઇલ પર પોતાની માનીતી રમત રમવાનું પસંદ કર્યું હતું. પિતાની હત્યા કરતી વખતે એણે કુટુંબના અન્ય સભ્યોને એક ઓરડામાં પૂરી દઇને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. હજુ તો ત્રણ માસ પહેલાંજ શંકરપ્પા પોલીસની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. પોલીસે રઘુવીરની ધરપકડ કરી હતી. વધુ તપાસ ચાલુ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.