ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

દીકરાએ સગા બાપના કોરોનાગ્રસ્ત મૃતદેહને સ્વીકારવાની ના પાડતા એક મુસ્લિમે જે કર્યું તે જાણી તમે ચોંકી જશો

હાલ સમગ્ર ભારતમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં બમણો વધારો થઇ રહ્યો છે, ગણતરીની મીનીટોમાં આંકડો વધી રહ્યો છે, આવા સમયમાં લોકડાઉન હોવા છતાં લોકો બેફામ બહાર ઘૂમી રહ્યા છે, તંત્રની જાણ હોવા છતાં પણ તંત્ર આંખ બંધ કરીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે. હાલ એક એવી ઘટના સામે આવી છે જે ઘટના સમગ્ર માનવતાને શર્મસાર કરી નાખે છે.

કોરોના વાયરસના કહેરે આખા દેશના સામાજિક જીવનને બદલીને મૂકી દીધું છે. તેનું એક તાજું ઉદાહરણ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે. અકોલામાં કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ બાદ પુત્રએ પોતાના જ પિતાના મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. પોતાને કોરોના ના થાય તેથી પુત્રએ પોતાના પિતાનું મોઢું પણ ના જોયું. જ્યારે આ વાત વિસ્તારના સામાજિક કાર્યકરોને ખબર પડી તો તેઓ મુસ્લિમ હોવા છતાં મૃતકના હિન્દુ રીત-રિવાજ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યા.

મહાનગરપાલિકાના સ્વચ્છતા અધિકારી પ્રશાંત રાજૂરકરે જણાવ્યું કે બે દિવસ પહેલા એક વૃદ્ધનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું હતું. દસ્તાવેજી કામગીરી બાદ પ્રશાસને મૃતકના ઘરવાળાને જાણ કરી પરંતુ તેમના ઘરેથી કોઈ જ મૃતદેહ લેવા આવ્યું નહીં.

જે બાપના કારણે પુત્રને આ ધરતી પર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે પિતાના અંતિમ સમયે જોવા સુદ્ધા ન ફરક્યો. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ જોઈને મનને આઘાત લાગે છે. આ અંગે જ્યારે વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સેવા અને તેમના અંતિમ સંસ્કારના કામમાં લાગેલા જાવેદ ઝકારિયાને જાણ થઈ તો તેમણે તે વૃદ્ધ વ્યક્તિના હિન્દુ રિતિ રિવાજ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: