કોણ છે સોનમ કપૂર સાથે વન-પીસ ડ્રેસમાં ઉભેલી આ દાઢી-મુછ વાળી છોકરી? ખરેખરમાં છોકરી છે કે છોકરો?

16 જૂનની સવારથી સોશિયલ મીડિયામાં સોનમ કપૂરના બેબી શાવર (Sonam Kapoor’s Baby Showe) ના ફોટા ખુબ વાયરલ થઇ રહ્યા છે. સોનમના બેબી શાવરની તસવીરોમાં લોકોની…

16 જૂનની સવારથી સોશિયલ મીડિયામાં સોનમ કપૂરના બેબી શાવર (Sonam Kapoor’s Baby Showe) ના ફોટા ખુબ વાયરલ થઇ રહ્યા છે. સોનમના બેબી શાવરની તસવીરોમાં લોકોની નજર એક ખાસ વ્યક્તિ પર પડી હતી. ત્યારે જ યુઝર્સે એ જાણવાનું શરૂ કરી દીધું કે સોનમના બેબી શાવરમાં પરફોર્મ કરનાર આ ખાસ વ્યક્તિ કોણ છે?

 

View this post on Instagram

 

A post shared by Leo Kalyan (@leokalyan)

જો તમે સોનમ કપૂરના બેબી શાવરની તસવીરો જોઈ હશે, તો તમે એ પણ જોયું હશે કે શોર્ટ ડ્રેસ પહેરેલા એક શખ્સ ફંક્શનમાં હાજર હતો. આ શખ્સનું મોઢું જોતા તે મર્દ લાગે છે પરંતુ કપડા અને ચહેરા પરનો મેકપ જોઈ લોકોનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું છે. સોનમના બેબી શાવરમાં આવેલો આ શખ્સ ખરેખર એક પ્રખ્યાત કલાકાર છે.

 

View this post on Instagram

 

A post shared by Leo Kalyan (@leokalyan)

સોનમ કપૂરના બેબી શાવરમાં હાજરી આપનાર કલાકારો કોણ છે તે જાણવા ઘણા લોકો ઉત્સુક છે. જ્યારથી આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, ત્યારથી દરેકના મનમાં સવાલો ઉભા થયા છે કે, આ છોકરી છે કે, છોકરો? જો ચહેરો જોવા જઈએ તો, દાઢી-મૂછના કારણે આ પુરુષ લાગે છે, જયારે પહેરવેશ જોઈએ ત્યારે મહિલા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Leo Kalyan (@leokalyan)

આ વ્યક્તિનું નામ લિયો છે. વાસ્તવમાં સોનમ કપૂરના બેબી શાવરને શાનદાર બનાવવા માટે લિયો કલ્યાણને બોલાવવામાં આવ્યો હતો. તમારામાંથી ઘણા એવા હશે, જેમણે આ નામ પહેલીવાર સાંભળ્યું હશે. વાસ્તવમાં લીઓ કલ્યાણ બ્રિટિશ-પાકિસ્તાની સિંગર, ગીતકાર, મૉડલ અને મ્યુઝિક કમ્પોઝર છે. લીઓ કલ્યાણ એક ‘ગે કલાકાર’ છે જે પોતાના અવાજનો જાદુ ફેલાવવા માટે ખુબ જાણીતો છે.

 

View this post on Instagram

 

A post shared by Leo Kalyan (@leokalyan)

લિયો કલ્યાણને બાળપણથી જ ગાવાનો શોખ હતો. લીઓએ 13 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું, પરંતુ તેનો પરિવાર આ વ્યવસાયને સમર્થન આપતો ન હતો. આથી ઘણા વર્ષો સુધી તેઓ પરિવારના સભ્યોથી છુપાઈને ગાતા રહ્યા. બ્રિટિશ-પાકિસ્તાની ગાયિકાનું કહેવું છે કે એક કલાકાર તરીકે તેને અન્યના અભિપ્રાયથી કોઈ ફરક પડતો નથી. તેઓ કહે છે કે જો તમે બીજાની વિચારસરણી વિશે વિચારતા રહો છો, તો તમે કંઈપણ સારું કરી શકશો નહીં. લીઓ કહે છે કે તેણે ઘણા ‘ગે કલાકારો’ માટે માર્ગ મોકળો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Leo Kalyan (@leokalyan)

લિયો કલ્યાણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 83.8k ફોલોઅર્સ છે, જેના માટે તે વીડિયો અને ફોટો શેર કરતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *