સોનિયા ગાંધીની કોંગ્રેસમાં નવા અધ્યક્ષ કેવી રીતે બનાવવામાં આવ્યા,જાણો.

Learn how Sonia Gandhi's new chairperson was created in Congress.

244
TrishulNews.com

કોંગ્રેસ પાર્ટી માં નવા અધ્યક્ષ બનાવવા માટે શનિવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર સોનિયા ગાંધીને નવા અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પૂર્ણ થયા પછી પાછળ હરીશ રાવત દ્વારા જણાવવામાં આવ્યું કે, ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી ના નવા અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી ને પસંદ કરવામાં આવ્યા છે.

ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી ના નવા અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી ને પસંદ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, શનિવારે ફરી એકવાર રાત્રે 8 કલાકે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ પણ હાજર રહ્યું હતું.

17 વર્ષ રહ્યા હતા પાર્ટીના અધ્યક્ષ પદે સોનિયા ગાંધી.

ઘણો લાંબો સમય એટલે કે ૧૭ વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષ પદે સોનિયા ગાંધી રહી ચૂક્યા હતા. જોકે તેમની તબિયત ના તંદુરસ્ત થતાં દીકરા રાહુલને આ જવાબદારી સોપવામાં આવી હતી. ત્યારે આજરોજ રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધા બાદ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પદે સોનિયા ગાંધી ની નિમણૂક કરવામાં આવી છે.

CWC બેઠક બાદ રાહુલ નું નિવેદન.

પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેઠક પૂર્ણ થયા બાદ કહ્યું કે, કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. કેટલાક રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં હિંસાની વાત કરવામાં આવી છે. જે ભારત માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે. સરકારે આ બાબત જણાવી જોઈએ કે શું ખોટું થઈ રહ્યું છે.

તે ઉપરાંત રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ વધુ ખરાબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારે દેશને પારદર્શિતા સાથે જણાવવું જોઈએ કે જમ્મુ-કાશ્મીરમાં શું થઈ રહ્યું છે.

Loading...

Loading...