જે ખરેખર સરકારે કરવું જોઈએ એ કામ કેટલાય મહિનાઓથી કરી રહ્યો છે સોનું સુદ

કોરોના વાયરસનાં સમયગાળામાં બોલિવુડના પ્રખ્યાત એક્ટર સોનૂ સૂદ ફરીપાછાં એકવાર સુપરહીરો તરીકેની જાણીતાં થયા છે. તેમણે પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડ્યા બાદ હવે વિદેશમાં ફસાયેલ…

કોરોના વાયરસનાં સમયગાળામાં બોલિવુડના પ્રખ્યાત એક્ટર સોનૂ સૂદ ફરીપાછાં એકવાર સુપરહીરો તરીકેની જાણીતાં થયા છે. તેમણે પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડ્યા બાદ હવે વિદેશમાં ફસાયેલ કુલ 1,500 જેટલાં મેડિકલ વિદ્યાર્થીઓને પાછાં તેમના ઘરે પહોંચાડવા માટે મદદ કરી છે. સોનુ સૂદે કિર્ગિસ્તાનમાં ફસાયેલ કુલ 1,500 વિદ્યાર્થીઓની મદદ માટે ‘સ્પાઇસ જેટ’ એરલાઇન્સની સાથે હાથ મિલાવ્યો હતો.

તેમાંથી ફ્લાઇટ થોડાંઘણાં વિદ્યાર્થીઓને લઇને ગુરુવારે મોડી રાત્રે વારાણસી એરપોર્ટ પહોંચી હતી. આ વાતની માહિતી આપતા સોનૂ સૂદે ટ્વીટ કરીને સાથે જણાવતાં કહ્યું હતું કે, તે એ વાતથી ખુશ છે, કે કિર્ગિસ્તાન થી વારાણસી સુધીની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે.

સોનૂ સૂદે તેની ટ્વીટમાં આગળ એમ પણ લખ્યું કે, આજે હું ખૂબ જ ખુશ છું, કે કિર્ગિસ્તાન થી વારાણસી સુધીની પહેલી ફ્લાઇટે આજે ઉડાન ભરી છે. ફ્લાઇટ ‘સ્પાઇસ જેટ’નો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમણે મારા આ મિશનને સફલ બનાવવામાં મદદ કરી છે. બીજી ફ્લાઇટ કિર્ગિસ્તાન થી વિર્ઝગ માટેની 24 જુલાઇના રોજ ઉડાન ભરશે. દરેક વિદ્યાર્થીઓને અપીલ છે, કે તેઓ ઝડપથી તેમની માહિતી અમને શેર કરે. મીડિયા રિપોર્ટ મુજબ, કિર્ગિસ્તાનમાં ફસાયેલ આ મેડિકલ વિદ્યાર્થીઓ પૂર્વાંચલ અને બિહાર સહિત અન્ય રાજ્યોના પણ રહેવાસી છે.

સોનૂ સૂદના આ મિશનને લઇ પોતે સ્પાઇસ જેટે પણ ટ્વીટ કરીને જણાવતાં કહ્યું, કે આ એક ઐતિહાસિક દિવસ છે. સ્પાઇસ જેટ વાસ્તવિક જીવનના હીરો સોનૂ સૂદની સાથે મળીને કિર્ગિસ્તાનમાં ફસાયેલ કુલ 1,500 જેટલાં ભારતીય વિદ્યાર્થીઓને તેમના પરિવારની સાથે મળાવવાના મિશન પર નિકળી પણ ચૂકી છે. પહેલી 9 સ્પેશ્યિલ ફ્લાઇટ દિલ્હી થી ઉડાન પણ ભરી ચૂકી છે.

આની ઉપરાંત અભિનેતાએ હાલમાં જ 1 વ્યક્તિની મદદ પણ કરી હતી, કે જેણે પોતાના બાળકના ઓનલાઇન શિક્ષણને માટે પોતાની ગાયને વેચી દીધી હતી. આ ખબરને સાંભળતાની સાથે જ સોનૂ સૂદ એક્શનમાં આવી ગયા હતા, તેની સાથે જ અભિનેતાએ આ વ્યક્તિની જાણકારી પણ માંગી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, અભિનેતા સોનૂ સૂદ એ કોરાના કાળના આકરા સમયથી જ દેશના જરૂરિયાતમંદ લોકોની મદદ કરતો આવ્યો છે. તેની સાથે જ અભિનેતાએ મુંબઇ પોલીસને માટે પણ ફેસ શિલ્ડ પૂરા પાડ્યા હતા. તો, બીજી બાજુ સોનૂ સૂદએ કોરોના વાયરસની સામે જંગ લડી રહેલ મેડિકલ સ્ટાફને માટે પોતાની જૂહુ સ્થિત હોટલ પણ આપી દીધી હતી.

અભિનેતાએ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોની માટે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. જે અભિનેતા ફિલ્મોમાં મોટે ભાગે નેગેટિવ પાત્ર જ ભજવતો જોવાં મળે છે, તેણે જ ખરી જિંદગીમાં એક સુપરહીરો તરીકેની ભૂમિકા ભજવી છે. આવાં સંકટના સમયમાં તેણે દેશના જરૂરિયાતમંદ લોકોની ખૂબ જ મદદ કરી છે, અને હજુ પણ સોનૂ સૂદ આ ઉદારીનું કામ કરી જ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *