એક ચાહકે સોનુ સુદને મળવાની ઇચ્છા વ્યક્ત કરી તો અભિનેતાએ મૂકી એવી શરત કે, જાણીને ચોંકી જશો

Published on: 5:54 pm, Fri, 16 October 20

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ કોરોના કાળમાં દિલ ખોલીને લોકોની મદદ કરી રહ્યો છે તથા રિયલ લાઈફ હીરો બની ગયો છે. હાલમાં જ એક ચાહકે સોનુ સૂદને મળવાની વિનંતી વ્યક્ત કરી હતી, જેનો સોનુ સૂદે મજેદાર જવાબ આપ્યો હતો. ચાહકે ટ્વિટર પર લખ્યું હતું કે, સોનુ સર હું તમારો ખુબ મોટો ફેન છું પણ હું તમને મળી શકીશ નહી, મને જાણ છે.

કદાચ હું તમને ક્યારેય નહીં મળી શકું. બસ તમે ફક્ત એક વખત કહી દો કે, આપણી મુલાકાત થશે. આ ટ્વિટનો ઉત્તર આપતા સોનુ સુદે લખ્યું કે, જરૂર મળીશું પરંતુ જે લીબું પાણી તમે પી રહ્યાં છો એ મારા માટે પણ લાવશો તો. એક્ટરના આ રિપ્લાયથી ફેન્સ ખૂબ કમેન્ટ્સ કરી રહ્યાં છે તથા એના ખુબ વખાણ કરી રહ્યાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે, સોનુ સુદ હમેશાં એના ફેન્સ માટે સ્પેશિયલ મેસેજ પોસ્ટ કરતો રહે છે. હાલમાં જ એણે ફેન્સને સૂચન આપ્યું હતું, જેના ખુબ વખાણ થઈ રહ્યાં છે. સોનુ સુદે ટ્વિટ કર્યું કે, કોઈને નીચે ખેંચવા એની કરતા ઓછી તાકાત કોઈને શાબાશી આપવામાં લાગે છે. ક્યારેક પ્રયાસ કરીને તો જુઓ.

સોનુ સુદના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો એણે હાલમાં જ ફિલ્મ પૃથ્વીરાજનું શૂટિંગ ફરી શરૂ કરી દીધું છે. આ ફિલ્મનો આ એક મોટો ભાગ શૂટ થઈ ગયો છે. હવે YRF સ્ટુડિયો કોમ્પલેક્સમાં જ એક ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આની સાથે જ કોરોનાને લીધે બધાં લોકો સાવધાની સાથે અહીં શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle