ગંભીર બીમારીથી પીડાતા 6 માસના બાળક માટે ભગવાન બની આવ્યો સોનુ સૂદ -વિડીયો જોઈ ભીની થઇ જશે આંખો

Published on: 12:25 pm, Mon, 14 November 22

સોનુ સૂદ(Sonu Sood) માત્ર એક એક્ટર નથી, પરંતુ તે દરેક જરૂરિયાતમંદ દેશવાસીઓ માટે મસીહા બની ગયો છે. સોનુ સૂદે ઘણા લોકોની મદદ કરીને તેમને નવું જીવન આપ્યું છે. હવે સોનુ સૂદે 6 મહિનાના માસૂમ બાળકની સારવાર કરાવવાની જવાબદારી લીધી છે. સોનુની આ જાહેરાત બાદ ફેન્સ તેને સુપરહીરો કહી રહ્યા છે.

સોનુ સૂદ 6 મહિનાના બાળકની સારવાર કરાવશે:
શિવતલ્લા ગામમાં રહેતો 6 મહિનાનો માસૂમ શિવાંશ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. માસૂમ બાળકના ચહેરા પર ગોળાકાર આકારમાં મોટા ફોડલા જેવું માંસ છે. શિવાંશના પરિવાર પાસે તેની સારવાર માટે પૈસા નથી. બાળકના માતા-પિતા શિવાંશની સારવાર માટે ઘરે-ઘરે ભટકી રહ્યા છે.

આવી સ્થિતિમાં માસૂમ બાળકની મદદ માટે સોનુ સૂદ આગળ આવ્યો છે. સોનુ સૂદે બાળકની સારવાર કરાવવાની જવાબદારી પોતાના ખભા પર લીધી છે. બાળકનો વીડિયો શેર કરતાં સોનુ સૂદે ટ્વીટ કર્યું- હું ટિકિટ મોકલી રહ્યો છું. શિવાંશની સારવારનો સમય થઈ ગયો છે. મુંબઈમાં મળીશું.

સોનુ સૂદના ટ્વીટથી સ્પષ્ટ છે કે તે બાળકની સારવારમાં કોઈ કસર છોડવા માંગતો નથી, તેથી તેણે શિવાંશ અને તેના સમગ્ર પરિવારને સારવાર માટે મુંબઈ બોલાવ્યા છે.

ચાહકો સોનુ સૂદના પ્રશંસક બની ગયા:
6 મહિનાના શિવાંશના જીવનમાં સોનુ સૂદ મસીહા બનીને આવ્યો છે. ફેન્સ શિવાંશને મદદ કરવા બદલ સોનુ સૂદના વખાણ કરતાં થાકતા નથી. કેટલાક સોનુ સૂદને રિયલ હીરો કહી રહ્યા છે તો કેટલાક તેને સલામ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જો કોઈ માનવતા શીખવા માંગે છે, તો તમારી પાસેથી શીખો. ખૂબ ખૂબ આભાર. અન્ય એક યુઝરે લખ્યું- તમને સલામ સર. અન્ય એક યુઝરે લખ્યું – ખુબ સરસ સર.

સોનુ સૂદ ખરેખર કોઈ દેવદૂતથી ઓછો નથી. આ જ કારણ છે કે ચાહકો સોનુ સૂદ પર પોતાનું જીવન આપી દે છે અને તેનું દિલથી સન્માન કરે છે. સોનુ સૂદ માત્ર એક રીલ સ્ટાર નથી, પરંતુ તે રિયલ લાઈફનો સુપરહીરો બની ગયો છે. સોનુ સૂદની ગરીબો પ્રત્યેની ઉદારતાની ચર્ચા દરેક જગ્યાએ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.