સોનુ સૂદે ખતરનાક અંદાજમાં કર્યું હેન્ડસ્ટેન્ડ, ચાહકોએ કહ્યું: ‘મોજ કર દી’- જુઓ વિડીયો

Published on: 6:34 pm, Sat, 4 September 21

સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા સોનુ સૂદે વર્કઆઉટનો એક ફની વીડિયો શેર કર્યો હતો. જેમાં તે હેંડસ્ટેંડ કરતા જોવા મળે છે. પણ જો તમે વિડીયો ધ્યાનથી જોશો તો તમે કેમેરાની બધી કલાકારી સમજી જાસો.

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ જે કોવિડ -19 રોગચાળા વચ્ચે લોકોના મસીહા બન્યા હતા. તે બોલીવુડ અભિનેતા સોનુ સૂદ ફિટનેસને લઈને પણ ખૂબ જ જાગૃત રહે છે. તે પોતાના વર્કઆઉટને લગતા ફની વીડિયો અને ફોટા શેર કરીને લોકોને પ્રેરિત કરતા રહે છે.

તાજેતરમાં જ તેણે વર્કઆઉટ દરમિયાન એક ખતરનાક સ્ટંટ કર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સોનુ સૂદ હેંડસ્ટેંડ કરતા જોવા મળે છે, પરંતુ તે વાસ્તવમાં શું કરી રહ્યો છે, તે તમને સંપૂર્ણ વિડીયો જોયા પછી જ ખબર પડશે.

સોનુ સૂદે આ સ્ટંટનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેને કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ સ્ટંટ ખૂબ જ ખતરનાક છે, કૃપા કરીને તેને તાલીમ વગર ન કરવો.’જો તમે વિડીયો ધ્યાનથી જોયો હોત, તો તમે સમજી ગયા હશો કે તે આડા સુતા હતા અને બધી જ કલાકારી કેમેરાની હતી. આ વીડિયોને લાખો વ્યૂઝસ જોઈ ચુક્યા છે. આ સાથે, વિડિઓ પર કેટલીક રમૂજી ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati trishul news, વાયરલ વિડીઓ, સોનુ સૂદ, સોશિયલ મીડિયા