15 કિમી જંગલ પાર કરીને અભ્યાસ કરવાં માટે જઈ રહેલ છોકરીઓની મદદે આવ્યો સોનુ સૂદ  

Published on: 1:07 pm, Mon, 2 November 20

કોરોનાને કારણે ઘણાં લોકોન પોતાની નોકરી ગુમાવવાનો વર આવ્યો છે. આવા કપરાં સમયમાં પણ પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ લોકોને સતત મદદ કરી રહ્યો છે. ઇજને કારણે અવારનવાર ચર્ચામાં આવતો રહેતો હોત છે. હાલમાં ફરી એકવખત સોનુ સુદે કરેલ મદદ લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં ઘણાં લોકોની મદદ કરવાને લઈને ખૂબ જ ચર્ચામાં  આવતા રહેતાં હોય છે. સોનુ સુદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેમજ તમામ લોકોને મદદ માંગનારને રિપ્લાય પણ આપતો હોય છે. એવા સમયમાં સોનુ સુદે હાલમાં જ એક ગામડાની છોકરીઓને સાઈકલ આપવાની જાહેરાત કરી છે.

હકીકતમાં તો સંતોષ ચૌહાણ નામના એક ટ્વિટર યુઝરે સોનુનું ધ્યાન ઉત્તરપ્રદેશમાં આવેલ મિર્ઝાપુર તથા સોનભદ્ર જિલ્લાની એવી કેટલીક દીકરીઓ બાજુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમને 5 માં ધોરણ પછી મજબૂરીમાં અભ્યાસ મૂકી દેવો પડ્યો હતો. કારણ કે, આ છોકરીઓને અભ્યાસ કરવાં માટે કુલ 15 કિમીનું જંગલ પાર કરીને જવું પડે છે.

જે ખુબ મુશ્કેલ છે. ટ્વિટ જોયા પછી સોનુ તરત જ એમની મદદ માટે આગળ આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ગામમાં કુલ 35 છોકરીઓ એવી છે કે, જેમને જંગલના માર્ગે ચાલીને જવું પડતું હતું. આ માર્ગ નક્સલવાદથી પ્રભાવિત છે. જેને કારણે ભય અનુભવાથી પરિવારનો છોકરીઓ આગળ અભ્યાસ કરવાં માટે જતી નથી.

જેને કારણે સોનુ સુદે ઉત્તર આપતા લખ્યું કે, ગામડાની તમામ છોકરીની નજીક સાયકલ હશે તેમજ તમામ છોકરી અભ્યાસ કરશે. પરિવારજનોથી જણાવી દેજો કે, સાયકલ પહોંચી રહી છે, બસ ચા તૈયાર રાખજો. સોનુ સુદની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તેમજ લોકો એનાં ખૂબ વખાણ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle