ફરી એક વખત મસીહા સાબિત થયો સોનું સુદ, વિદ્યાર્થીના લંગ્સના ઓપરેશન માટે 2 કરોડ રૂપિયાનો કરશે ખર્ચ

Published on: 1:35 pm, Fri, 11 June 21

બોલીવૂડના એકટર સોનૂ સૂદે કોરોના મહામારી દરમિયાન સેંકડો લોકોની મદદ કરી છે. સોનૂ સુદને તેના કારણે ભારે લોકપ્રિયતા પણ મળી છે. હાલ ઈન્દોરના એક વિદ્યાર્થી માટે સોનૂ એક દેવદૂત બનીને આવ્યો છે.

ઈન્દોરમાં રહેતા અને LAWનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાર્થક ગુપ્તાના બંને ફેફસાં ભારે ડેમેજ થઈ ચુકયા છે અને હવે તેના લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરુર છે. આ માટે બે કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. સાર્થકના પરિવાર માટે આ રકમ ખુબ મોટી છે. ત્યારે હવે સોનૂએ તેની સારવારનો બધો ખર્ચની ચૂકવણી કરવાનું નક્કી કર્યુ છે.

25 વર્ષના સાર્થકને કોરોના થયા બાદ સંક્રમણના કારણે ફેફસાં પર ખરાબ અસર થઇ હતી. હાલમાં તે જીવન અને મરણ વચ્ચે ઝૂલી રહ્યો છે. જોકે પરિવારની એટલી તાકાત નથી કે, ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે બે કરોડ રૂપિયા ખર્ચી શકે.

મદદ માટે પરિવારે ઈન્દોરના લોકોને અપીલ કરી છે. છેલ્લા સાત દિવસથી સાર્થક વેન્ટિલેટર પર છે. મદદ માટે સાર્થકના મામાએ સોનૂને અપીલ કરી હતી. સોનૂ સૂદે પણ તેની મદદ કરવાનું નક્કી કર્યું છે. લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ માટે તે આ વિદ્યાર્થીઓનો બઘોજ ખર્ચો ઉઢાવશે.

હવે સાર્થકને ટ્રાન્સપ્લાન્ટ માટે હૈદ્રાબાદ લઈ જવાનું નક્કી કરાયું છે. જોકે સોનું સૂદે પહેલી વખત કોઈની મદદ કરી હોય તેવું નથી. આ પહેલાં પણ તે ઘણા લોકોને અલગ અલગ રીતે મદદ કરી ચુક્યા છે અને તેના કારણે સોનુ સૂદના ચાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.