નાણાકીય અછત અને કામ બંધ હોવાથી ડીપ્રેશનમાં ટીવી સીરીયલના એકટરે કર્યો આપઘાત

થોડા મહિના પહેલા એક પંજાબી ટીવી અભિનેતા ની આત્મહત્યા બાદ મુંબઇની દુનિયાને વધુ એક શોકિંગ સમાચાર મળ્યા છે. ઘણી સિરિયલમાં પંજાબી અને શીખનું પાત્ર ભજવનાર અભિનેતા મનમીત ગ્રેવાલએ આત્મહત્યા કરી લીધી છે. સબ ટીવીની સીરીયલ ‘આદત સે મજબુર’ માં દેખાયેલા અભિનેતાએ ડિપ્રેશન અને આર્થિક તંગીને લીધે આ પગલું ભર્યું છે. મનમીત લગભગ 29 વર્ષના હતા અને મુંબઈના નવી મુંબઈ વિસ્તારમાં રહેતા હતા.

હાલમાં જ મનમીત & TV ની સીરીયલ ‘કુલદીપક’માં જોવા મળ્યા હતા. ઘણા દિવસથી સિરિયલમાં રોલ માટે તેઓ સ્ટ્રગલ કરી રહ્યા હતા. દિલ્હીના રહેવાસી મનમીત વિવાહિત હતા અને લગભગ ૮ વર્ષ પહેલાં મુંબઇ આવ્યા હતા. મનમીત પોતાની પત્ની સાથે એક નાના ફ્લેટમાં નવી મુંબઈમાં રહેતા હતા. આર્થિક તંગી અને લોકડાઉન માં શૂટિંગ બંધ હોવાના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા. તેમણે પોતાના કામ અને પરિવાર માટે કેટલુ કરજ લીધુ હતું અને કેટલા સમય થી કામ ન થવાના કારણે તે ખૂબ હેરાન હતા.

જાણકારી અનુસાર શુક્રવારની રાતે તેણે પોતાના ગળામાં પોતાની પત્નીના દુપટ્ટાનો ફંદો બનાવી આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તેની પત્નીએ આસપાસના લોકો પાસે મદદ માંગી પરંતુ કોઈ પણ કોરોનાવાયરસના ડરના કારણે મદદ માટે આગળ ન આવ્યું. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડે આવી ગળામાં રહેલો ફંદો કાપ્યો અને લાશને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા.

જણાવી દઈએ કે મનમિત પોતાના પાત્ર માટે જાણીતા હતા અને સીરીયલ ઉપરાંત ઘણી એડવર્ટાઈઝમેન્ટમાં પણ કામ કર્યું હતું. હાલમાં જ તેમણે એક વેબસીરીઝ પણ મળી હતી જેને લઇને તેમની આશા જાગી હતી. પરંતુ લોકડાઉન ના કારણે તેનું કામ પણ અટકી ગયું હતું. આના પહેલા પણ એક પંજાબી ટીવી અભિનેતા એ આત્મહત્યા કરી હતી અને તેમના મૃત્યુનું કારણ પણ બેરોજગારી જ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: