સૌરવ ગાંગુલીએ કહ્યું આ ચાર દેશો રમશે વર્લ્ડ કપની સેમીફાઇનલ, જાણો ભારત પહોંચશે કે નહીં?

2019 ના ક્રિકેટ વર્લ્ડ કપ ને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ ભાગ લેનાર દેશોએ પોતાની 15 ખેલાડીઓની ટીમ જાહેર…

2019 ના ક્રિકેટ વર્લ્ડ કપ ને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ ભાગ લેનાર દેશોએ પોતાની 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી દીધી છે. ત્યારે ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી કે જેમણે 2003માં ભારતને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડ્યુ હતું. તેમણે અનુમાન લગાવ્યુ છે કે ભારત અત્યારે  જે મજબૂતીથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમી રહ્યું છે, તે હિસાબે સેમીફાઈનલમાં પહોંચશે અને તેની સાથે અન્ય બીજા ત્રણ દેશો પણ સ્થાન મેળવશે જે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન હોઈ શકે છે.

સૌરવ ગાંગુલી પત્રકારો સાથેની વાતચીતમાં કહે છે કે, મારા અનુમાન અનુસાર સેમી ફાઇનલ ની જગ્યા માટે ભારત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન હશે. ભારત વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.

અત્યાર સુધીના તમામ વર્લ્ડકપમાંથી આ વખતનો વર્લ્ડકપ સૌથી વધુ રોમાંચક છે. ભારતની ટીમ ખૂબ જ મજબૂત છે. જેના કારણે તે કોઈપણ ટુર્નામેન્ટ જીતવા માટે તમામ ક્રિકેટ એક્સપર્ટ ની પ્રથમ પસંદ છે. આ વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ ચાર ટીમ સેમિફાઈનલમાં રમશે, જે તમામ ટીમો સાથે એક-એક મેચ રમીને આવી હશે અને આ ટીમો નબળી નથી જેથી ખૂબ જ રસાકસીવાળી મેચ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે આ વખતના વર્લ્ડકપમાં 10 ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે અને ઘણા વર્ષો બાદ વર્લ્ડકપની મેચો રાઉન્ડ રોબિન ફોર્મેટ થી રમાશે. રાઉન્ડ રોબિન ફોર્મેટ અનુસાર દરેક ટિમ ને ભાગ લેનારી તમામ ટીમ સાથે એક મેચ રમવાની રહેશે અને પોઇન્ટ ટેબલમાં પ્રથમ ચાર ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ મેળવશે. સેમિફાઇનલ મેચ ટોચ પર રહેલી ટીમ અને ચાર નંબર પર રહેલી ટીમ સાથે રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે અને ત્રીજા ક્રમે રહેલી ટીમ વચ્ચે રમાશે. આ બંને સેમિફાઇનલમાંથી વિજેતા ટીમ વચ્ચે ફાઇનલ રમાશે જે ઇંગ્લેન્ડ ના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *