સવાર સવારમાં ઘરનો દરવાજો ખોલ્યો ત્યાં ઘરની બહાર એટલા ખૂનખાર સિંહ ભેગા થઇ ગયા હતા કે… -જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે હાલમાં પણ આવા જ વિડીયોને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. એક મિનીટ માટે…

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે હાલમાં પણ આવા જ વિડીયોને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. એક મિનીટ માટે તમે વિચાર કરો કે, સવારમાં તમે હજૂ જાગ્યા જ હો તથા ઘરનો દરવાજો ખોલતાની સાથે જ સામે તમને એક નહીં પણ 6-6 ડાલામથ્થા જોવા મળે તો, તમારી શું હાલત થાય…

જો કે, આ સત્ય ઘટના છે. દક્ષિણ આફ્રિકામાં આવેલ હાઈડસ્પ્રૂટ વિસ્તારમાં ડેવિડ ડી બીઅર તથા તેની પત્ની મરિસ્કા જેવું સવારમાં ઉઠ્યા કે, તેમને દરવાજા પર ઉભે ઉભા ફાડી ખાય એવા કુલ 6 સિંહ બેઠેલા જોવા મળ્યા હતા. આ સિંહ તેમના ઘરની બહાર આરામ કરી રહ્યા હતા. આ સિંહને જોઈ ડેવિડ તથા તેની પત્ની મરિસ્કાના તો મોતિયા મરી ગયા હતા.

સિંહ તો આખરે વનનો રાજા છે, એમ કાંઈ જેવા તેવાથી ડરે ખરાં, ડેવિડ તથા મરિસ્કાને જોઈ પહેલા તો સિંહ ઉભા ન થયા પરંતુ ત્યારપછી આમ તેમ ફરવા લાગ્યા. ત્યારબાદ તો તેઓ જંગલ તરફ ચાલી નિકળ્યા હતા. દવોન કંસ્ટ્રક્શનના માલિક ડેવિડ જણાવે છે કે, તે અને તેની પત્ની મરિસ્કાના પિતાના ઘરે આવ્યા હતા, જે મકાન વેચવાનું છે. આ દરમિયાન સવારે ઉઠીને જોયુ તો, વનરાજ તેમના દરવાજા પર આવીને બેઠા હતા.

ઘર માટે આનાથી વધુ સારા ગાર્ડ ક્યા હોય શકે!
સમગ્ર ઘટનાનો વીડિયો ડેવિડે પોતાના ફેસબુક અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. એક યુઝર્સ તો આ વીડિયો પર કમેન્ટ કરતા જણાવે છે કે, અમારે પણ આવા ગાર્ડ જોઈએ છે. જ્યારે અન્ય એક યુઝર્સ લખે છે કે, આનાથી વધુ સારા બીજા ગાર્ડ ક્યા હોઈ શકે. જે ખુદ ખાઈ શકે છે તેમજ તેને રાખવા પાછળ કોઈ ખર્ચો પણ નહીં થાય. તેમના રહેતા ઘરમાંથી ચોરી થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી.

આ પ્રોપર્ટી લીડવુડ બિગ ગેમ ઈસ્ટેટ વિસ્તારમાં છે કે, જ્યાં ઘરોની કિંમત 1 કરોડ રૂપિયા છે. અહીં રહેતા લોકોનું માનવુ છે કે, અહીં અંદાજે 5,500 હેક્ટર વિસ્તારમાં સિંહો માટેનું નેશનલ પાર્ક તથા બ્લાયડે નદીનો ઘાટની વચ્ચે સિંહ ફરતા રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *