હિન્દુઓની આસ્થા પર હુમલો: કટ્ટરવાદીઓએ બેફામ બનીને મંદિરમાં તોડફોડ કરી ભક્તોને માર્યો માર- જુઓ વિડીયો

Published on: 10:48 am, Sun, 17 October 21

બાંગ્લાદેશ(Bangladesh)માં હિન્દુ મંદિરો(Hindu temples) પર હુમલા ચાલી રહ્યા છે. શુક્રવારે ટોળાએ નાઓખાલી વિસ્તારમાં ઇસ્કોન મંદિર(ISKCON Temple)માં તોડફોડ કરી હતી. મંદિર સમિતિનો દાવો છે કે 200 લોકોના ટોળાએ ઇસ્કોન સભ્યની હત્યા કરી હતી. મૃતકની ઓળખ પાર્થો દાસ તરીકે થઈ છે. મંદિર નજીકના તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તોડફોડ અને હુમલા દરમિયાન 17 લોકો ઘાયલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ સિવાય, શનિવારે જ બદમાશોએ મુન્શીગંજમાં દાણીયાપરા મહા સ્મશાનમાં પ્રવેશ કરીને 6 મૂર્તિઓ તોડી નાખી હતી. આ હુમલો શનિવારે સવારે 3 થી 4 ની વચ્ચે થયો હતો. આ સમય દરમિયાન મંદિરમાં કોઈ સુરક્ષા નહોતી, તેથી હુમલાખોરો કોઈ પણ ડર વગર મૂર્તિઓને તોડવામાં સફળ રહ્યા હતા.

દરમિયાન, ઇસ્કોન મંદિર પર તોડફોડ અને હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જે ઇસ્કોન સભ્ય દ્વારા બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં એક મૃતદેહ મંદિરમાં બનેલા તળાવમાં તરતો જોવા મળે છે.

હુમલા કેમ થઈ રહ્યા છે?
હકીકતમાં, બુધવારે ચિત્તાગાંવના કોમિલ્લા વિસ્તારમાં દુર્ગા પંડાલો પર થયેલા હુમલામાં 4 લોકો માર્યા ગયા હતા. સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ હતી કે પૂજા પંડાલમાં કુરાન મળી આવ્યું છે, જે બાદ ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ બની. ચાંદપુર, ચિત્તાગાંવ, ગાઝીપુર, બાંદરબન, ચાપીનવાબગંજ અને મૌલવીબજારમાં અનેક પૂજા પંડાલોમાં તોડફોડ કરવામાં આવી હતી.

વડા પ્રધાન શેખ હસીનાએ તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો:
બાંગ્લાદેશ સરકારે હિન્દુ મંદિરો અને દુર્ગા પૂજા પંડાલો પર હુમલો કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવાનું વચન આપ્યું છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું કે કોમીલામાં બનેલી ઘટનાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. કોઈને બક્ષવામાં આવશે નહીં. પીએમ હસીનાએ કહ્યું કે તેનાથી કોઈ ફરક પડતો નથી કે તેઓ કયા ધર્મના છે. તેઓ પકડાશે અને સજા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.