સુરતનો યુવક પ્રેમિકા સાથે અમેરિકામાં કરતો હતો ઐયાશી, પત્નીએ અમેરિકા જઈ ને પાડી રેડ

Trishul News

પોતાના જીવસાથી સાથે દગો કે વિશ્વાસઘાતનો એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. આ કેસમાં સુરતની એક મહિલાએ અમેરિકા પહોંચીને પોતાના પતિને તેની પ્રેમિકા સાથે ઐયાશી કરતો પકડી પાડ્યો હતો. પતિને રંગે હાથ પકડ્યા બાદ પત્ની અને તેના સંબંધીઓએ હોટલ ખાતે જ હંગામો કર્યો હતો.

Trishul News

સુરતનો યુવક અમેરિકા ફરવા ગયો હતો. યુવક પોતાની સાથે તેની પ્રેમિકાને પણ અમેરિકા ફરવા માટે લઈ ગયો હતો. પતિ અમેરિકામાં કોઈ અન્ય મહિલા સાથે જલસા કરી રહ્યો હોવાની માહિતી મળતા જ પત્ની પોતાના સ્વજનો સાથે અમેરિકા પહોંચી ગઈ હતી.

પતિ તેની પ્રેમિકા સાથે એક હોટલમાં હાજર હતો ત્યારે જ તેની પત્ની તેના સંબંધીઓ સાથે હોટલ ખાતે પહોંચી હતી. પત્ની પહોંચી ત્યારે પતિ અને તેની પ્રેમિકા એકબીજાના પ્રેમમાં લીન હતા.

બંને એક બીજામાં ખોવાયેલા હતા ત્યારે જ પત્નીએ દરોડાં પાડતા રંગમાં ભંગ પડ્યો હોય તેમ મહિલાનો પતિ હેબતાઈ ગયો હતો. પત્ની તેમજ તેના સંબંધીઓએ હોટલ ખાતે જ હંગામો કર્યો હતો.

આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાનો પતિ એક હોટલમાં તેની પ્રેમિકા સાથે એકાંત માણી રહ્યો છે ત્યારે તેની પત્ની આવી ચડે છે. આ સમયે મહિલા સાથે હાજર તેના સંબંધીઓએ તેના પતિ અને તેની પ્રેમિકા સાથે ઝપાઝપી કરીને બંનેને બેફામ ભાંડ્યા હતા.

આ બનાવે સુરત શહેરમાં ખૂબ ચર્ચા જગાવી છે. પત્નીના હાથે પકડાયા બાદ યુવતી હોટલ બહાર નીકળી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકની પત્નીએ તેની પ્રેમિકાનો મોબાઇલ પોતાની પાસે રાખી લીધો હતો. આ વાતને લઈને પણ હોટલ બહાર બંને વચ્ચે બબાલ થઈ હતી.

મહિલા જ્યારે હોટલમાં પહોંચી ત્યારે તેના સંબંધીઓએ આ ઘટનાને મોબાઇલમાં શૂટ કરી કરી હતી. આ સમયે મહિલાનો પતિ એકદમ ઉભો થઈને કેમેરો બંધ કરાવવાનો પ્રયાસ કરે છે.

જોકે, આ સમયે મહિલાના સંબંધીઓ મહિલાના પતિને અપશબ્દો કહીને તેમને સ્પર્શ નહીં કરવાનું કહે છે.

 

Trishul News