જાણો એવું તો શું થયું કે ફિલ્મજગતની સૌથી અનોખી જોડી તૂટી? શું કામ લેવા પડ્યા છૂટાછેડા?

Published on: 10:57 am, Sun, 3 October 21

સાઉથ ફિલ્મજગતના (South Indian Movies) પ્રખ્યાત અભિનેતા એટલે કે, નાગાર્જુન (Nagarjuna) નાં બે દીકરા પૈકી મોટા દીકરા નાગા ચૈતન્ય (Naga Chaitanya) ના લગ્ન (Marriage) થોડા વર્ષો અગાઉ ફિલ્મજગતની જ ખુબસુંદર તથા પ્રખ્યાત અભિનેત્રી સામંથા (Samantha) ની સાથે થયા હતા ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.

સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર કર્યુ એલાન:
સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રાંમ પર એક પોસ્ટ કરી હતી કે, જેમાં તેણે લખ્યું હતું કે, ખુબ વિચાર્યા પછી મે અને ચૈતન્યએ પતિ-પત્ની તરીકેના રસ્તાં અલગ કરી દીધા છે. અમે બહુ ખુશકિસ્મત છીએ કે, છેલ્લા 10 વર્ષથી મિત્રો છીએ તેમજ અમારો મિત્રતાનો સંબંધ હંમેશા ખાસ રહેશે. મળતી માહિતી અનુસાર સામંથાને ૫૦ કરોડ રૂપિયા પણ મળશે!

ટ્વિટર પરથી હટાવી સરનેમ:
સામંથાનું આખુ નામ સામંથા રૂથ પ્રભુ છે, ઇન્સ્ટાગ્રામ પર તેણે આ જ નામ રાખ્યુ હતુ પણ ટ્વિટર પર તેણે પતિની સરનેમ લગાવીને સામંથા અક્કીનેની લખ્યું હતું. થોડા દિવસ અગાઉ જ તેણે અકાઉન્ટમાંથી અક્કીનેની સરનેમ હટાવી લીધી હતી કે, જેને લીધે લોકોએ અંદાજો લગાવ્યો હતો કે, બંનેની વચ્ચે કંઇ ઠીક ચાલી રહ્યું નથી.

અલગ રહેતું હતું કપલ:
રિપોર્ટનું માનવામાં આવે તો સામંથા તથા નાગા ચૈતન્ય એકબીજાની સાથે વાત નથી કરતા તેમજ અલગ જ રહે છે. જ્યારથી સરનેમ હટાવી લેવામાં આવી છે ત્યારથી લોકોની વચ્ચે આ કપલ ખુબ ચર્ચાનો વિષય બની રહ્યું છે ત્યારે એમણે છુટાછેડા લઈ લીધા છે.

સામંથાએ શું આપ્યો જવાબ?
એક ઇન્ટરવ્યૂંમાં જ્યારે સામંથાને આ પૂછવામાં આવ્યું ત્યારે સામંથાએ જણાવ્યું હતું કે, હું આ વસ્તુઓ પર રિએક્ટ કરવા માંગતી નથી. મને કોન્ટ્રોવર્સી પસંદ નથી કે, જે રીતે બાકી લોકોને પોતાનો ઓપીનીયન રાખવાનો અધિકાર રહેલો છે મને પણ તે હક રહેલો છે.

સસરાની બર્થ ડે પાર્ટીમાં ગેરહાજર:
29 ઓગસ્ટનાં રોજ સામંથા પોતાના સસરા નાગાર્જુનના બર્થ ડે પર સોશ્યલ મીડિયા પર તેને વિશ કર્યુ હતુ પણ તેની પાર્ટીમાં હાજર ન હતી કે, જેને લીધે લોકોનું ધ્યાન ખેંચાયું હતુ. આમ, આ કપલ અન્ય લોકો કરતા હોવા છતાં પણ એમણે અંતે આ નિર્ણય લીધો છે ત્યારે ચર્ચાનો વિષય બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. south 

SHARE
Koo bird - Trishul News Gujarati Entertainment, Entertainment news, viral