મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ જવા નીકળેલી ટ્રેન ઓરીસ્સા પહોંચી ગઈ- ઘટના બાદ બહાર આવ્યું આ કારણ

લોકડાઉનના કારણે બેરોજગાર બનેલા શ્રમિકોને હાલ તેમના મુળ વતન સુધી પહોંચાડવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જોકે આ દરમિયાન રેલવેના અનેક છબરડા…

લોકડાઉનના કારણે બેરોજગાર બનેલા શ્રમિકોને હાલ તેમના મુળ વતન સુધી પહોંચાડવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જોકે આ દરમિયાન રેલવેના અનેક છબરડા પણ સામે આવી રહ્યા છે. મજૂરોનું કહેવું છે કે અમે મુંબઇથી ગોરખપુર જવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં બેઠા હતા, જોકે આ ટ્રેને અમને ગોરખપુરના બદલે ઓડિશામાં લાવી મુક્યા છે.

આ અંગેનો એક વીડિયો પણ વિપક્ષ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે એક જૈનપુર જવા નીકળેલી ટ્રેન  વારાણસી પહોંચી ગઇ હતી. રેલવેના આવા અનેક છબરડા હાલ સામે આવી રહ્યા છે જેને પગલે પહેલાથી જ પરેશાન મજૂરો કલાકોની મુસાફરી બાદ પણ અટવાયેલા રહે છે. એટલુ જ નહીં મુસાફરોનો આરોપ છે કે આ ટ્રેનોને વચ્ચે કલાકો સુધી ઉભી રાખી દેવામાં આવે છે, જેને પગલે મજૂરો તેમના સંતાનો અને મહિલાઓએ લાંબા સમય સુધી ભોજન-પાણી વગર બેસી રહેવું પડે છે.

જ્યારે વારાણસી અને ડીડીયુ જંક્શન (મુગલસરાય) વચ્ચે ટ્રેનને કલાકો સુધી રોકી રાખવાને કારણે મુસાફરો ભારે પરેશાન થઇ ગયા હતા અને અનેક મજૂરો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા હતા અને ભારે હંગામો મચાવી દીધો હતો. સાથે જ અન્ય ટ્રેકો પર આવતી જતી ટ્રેનોને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

મહારાષ્ટ્રના પનવેલથી અનેક મજૂરોને લઇને રવાના થયેલી ટ્રેન જૌનપુર જવાની હતી પણ વચ્ચે રસ્તામાં તેને દિનદયાલ જંકશન તરફ વાળી દેવામાં આવી, તેથી ટ્રેન વારાણસી થઇને કાશી સ્ટેશન પર પહોંચી ગઇ હતી. આ પ્રકારની બેદરકારીને કારણે મુસાફરો કલાકો સુધી પરેશાન થયા સાથે તેમના પર અકસ્માતનું પણ જોખમ રહેલું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *