પ્રમુખસ્વામી નગરના દર્શનાર્થે પહોચ્યા વિખ્યાત મોટીવેશનલ સ્પીકર સોનું શર્મા, કહ્યું મારા પિતાના…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(pramukh swami nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ રહ્યા છે. તો ગઈકાલે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે BAPS આફ્રિકા દિન(BAPS Africa Day)ની ઉજવણી કરવામાં આવી હતી.

લેખક, શિક્ષક, બિઝનેસ કાઉન્સેલર, બિઝનેસ આંત્રપ્રિન્યોર, ડાયનેમિક ઈન્ડિયા ગ્રૂપના ડૉ. ભુપિન્દર (સોનુ) શર્માએ જણાવ્યું,
ડૉ. ભુપિન્દર (સોનુ) શર્માએ કહ્યું કે, હું આ સૌનો આભારી છું કે, મને આ દુનિયામાં નવી દુનિયા જોવાનો મોકો આપ્યો. મારા પિતાના શુભ કર્મોના ફળોના લીધે હું આજે આ મહોત્સવમાં હાજર રહી શક્યો છું કારણકે ઈશ્વરના આશીર્વાદ હોય ત્યારે સંતની કૃપા પ્રાપ્ત થાય છે.

ભારત સરકારના પ્રવાસન, સંસ્કૃતિ, ઉત્તરીય ક્ષેત્રના વિકાસ મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું,
કિશન રેડ્ડીએ જણાવતા કહ્યું કે, હું સૌ પ્રથમ પ્રમુખસ્વામી મહારાજના ચરણકમળોમાં નમન કરું છું અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદ યાચું છું. વિવેકાનંદજીનું સૂત્ર ‘ નરસેવા એ નારાયણ સેવા” પ્રમુખસ્વામી મહારાજ નગરમાં અને બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સાક્ષાત્ જોવા મળે છે. પ્રમુખસ્વામી મહારાજ આદર્શો અને આધ્યાત્મિકતાના સાગર હતા અને બીજાના ભલામાં આપણું ભલું તે તેમનો જીવનમંત્ર હતો. પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય કોઈની આંખોમાં આંસુ નહોતા જોઈ શકતા તેવા કરુણામૂર્તિ હતા. બી. એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને આ સંસ્થાના સ્વયંસેવકો દુનિયાભરમાં કોઈ પણ આપત્તિઓમાં સૌપ્રથમ પહેલ કરીને સમાજસેવાનું કાર્ય આરંભી દે છે. પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવના આયોજન અદ્ભુત છે. જેમાં પરંપરાનું દર્શન , આધ્યાત્મિકતાનું દર્શન , સંસ્કૃતિ નું દર્શન, સેવા સમર્પણનું દર્શન અને સ્વચ્છતાનું દર્શન થાય છે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું,
મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, આજે આફ્રિકા દિન નિમિત્તે આફ્રિકન મંડળોએ સુંદર રજૂઆત કરી છે. આફ્રિકન સત્સંગના પાયામાં શાસ્ત્રીજી મહારાજ છે. નિર્ગુણદાસ સ્વામીએ પત્રો લખીને આ સત્સંગની ઇમારતો ઊભી કરી છે. ત્યારબાદ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે કષ્ટો વેઠીને સત્સંગનો વિકાસ કર્યો છે. આફ્રિકાના હરિભક્તો નિષ્ઠા અને નિયમમાં દ્રઢ રહી સ્વામી બાપાને રાજી કરી રહ્યા છે. દરેકને તન–મન –ધન થી સેવા કરવાનું તાન છે. સૌની ભક્તિ વિશેષ વધે, સૌના દેશકાળ સારા રહે અને સૌ તને-મને-ધને સુખિયા થાય તેવી પ્રાર્થના. આ લોક અને પરલોક બંનેમાં સુખિયા થાય તેવી ભગવાનને પ્રાર્થના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *