લગ્ન પછી મહિલા ટીચરે બુક કરાવી હોટલ, પતિ માટે નહીં પરંતુ વિદ્યાર્થી સાથે વિતાવવા માંગતી હતી રાત..

એક મહિલા શિક્ષકને વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કરવા બદલ 2 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. આ મામલો ઇંગ્લેન્ડના લિવરપૂલનો છે. લિવરપૂલ ક્રાઉન કોર્ટના…

એક મહિલા શિક્ષકને વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કરવા બદલ 2 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. આ મામલો ઇંગ્લેન્ડના લિવરપૂલનો છે. લિવરપૂલ ક્રાઉન કોર્ટના ન્યાયાધીશ ગેરી વુધાલે 42 વર્ષીય મહિલા શિક્ષક બીટ્ટી મિલિગન વિશે કહ્યું: “હું સંપૂર્ણ સંતુષ્ટ છું કે તમે વિદ્યાર્થી સાથે જાતીય સંબંધ બાંધવા માંગતા હતા.”

તસ્વીરો પ્રતીકાત્મક છે.

બીટ્ટી નામની ટીચિંગ સહાયક શાળામાં જોડાયાના થોડા દિવસ પછી, તે 15 વર્ષની વિદ્યાર્થીની તરફ આકર્ષિત થવા લાગી. નિયમોનું ઉલ્લંઘન કરીને તેણે વિદ્યાર્થીનો મોબાઇલ નંબર પણ લીધો હતો.આ પછી, મહિલા શિક્ષિકા વિદ્યાર્થીને અપમાનજનક સંદેશાઓ મોકલતી હતી.

જ્યારે મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે રાત વિતાવવાનાં ઇરાદે હોટલ બુક કરાવી ત્યારે આ માહિતી બહાર આવી હતી. આ પછી પોલીસ બોલાવવામાં આવી હતી. મહિલા પરિણીત છે અને 2 બાળકોની માતા છે.જોકે, આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ તેનો પતિ અલગ થઈ ગયો. મહિલાના સંબંધ વિશેની માહિતી શાળાના બે સ્ટાફને પણ મળી હતી. મહિલા ભણાવતા પહેલા બ્યુટી મસાજ પણ કરી ચૂકી છે.

મહિલાએ કોર્ટમાં કહ્યું કે,વિદ્યાર્થીને ઘણી સમસ્યાઓ છે અને તે તેને વિશેષ સહાય આપી રહી છે. શિક્ષકે સ્વીકાર્યું કે, હોટલના રૂમમાં બુક કરાવીને તેણે વિદ્યાર્થી-શિક્ષકની સીમા ઓળંગી હતી, પરંતુ જાતીય સંબંધ રાખવાના ઇરાદાને નકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *