મોંઘવારીએ મચાવ્યો હાહાકાર! 700 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે મરચા તો બટાકાનો ભાવ જાણીને ચક્કર આવી જશે

Published on: 10:45 am, Wed, 12 January 22

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા(Sri Lanka) નાદારીની આરે છે. ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. શ્રીલંકાની એડવોકાટા ઇન્સ્ટિટ્યૂટે(Advocata Institute) મોંઘવારી પર ડેટા જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે. આ વધારાનું સૌથી મોટું કારણ શાકભાજીના ભાવમાં થયેલો વધારો હોવાનું કહેવાય છે.

એડવોકાટા ઇન્સ્ટિટ્યૂટના બાથ કરી ઇન્ડિકેટર (BCI) દેશમાં છૂટક વસ્તુઓના ફુગાવાના આંકડા જાહેર કરે છે. બીસીઆઈએ અહેવાલ આપ્યો છે કે, નવેમ્બર 2021થી ડિસેમ્બર 2021 વચ્ચે ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી 15 ટકા વધી છે. તેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં વધારો છે. શ્રીલંકામાં જ્યાં 100 ગ્રામ મરચાની કિંમત 18 રૂપિયા (શ્રીલંકા) હતી, તે હવે વધીને 71 રૂપિયા (શ્રીલંકા) થઈ ગઈ છે. એટલે કે એક કિલો મરચાની કિંમત 710 રૂપિયા થઈ ગઈ છે. એક જ મહિનામાં મરચાના ભાવમાં 287 ટકાનો વધારો થયો છે. એ જ રીતે રીંગણના ભાવમાં 51 ટકા, લાલ ડુંગળીમાં 40 ટકા અને કઠોળ, ટામેટાંના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. એક કિલો બટાકા માટે લોકોએ 200 રૂપિયા ચૂકવવા પડે છે. શ્રીલંકામાં આયાત ન થવાને કારણે દૂધના પાવડરની પણ અછત સર્જાઈ છે.

અન્ય શાકભાજીના ભાવ:
ટામેટા – રૂ. 200 / કિલો, રીંગણ – રૂ 160 / કિગ્રા, ભીંડી – રૂ 200 / કિગ્રા, કારેલા – રૂ 160 / કિગ્રા, કઠોળ – રૂ 320 / કિગ્રા, કોબીજ – રૂ 240 / કિગ્રા, ગાજર – રૂ 200 / કિગ્રા અને કાચા કેળા – રૂ 120 / કિલો ભાવ છે.

એકંદરે, 2019 થી કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે અને ડિસેમ્બર 2020 ની સરખામણીમાં 37 ટકા વધી છે. આનો અર્થ એ થયો કે ડિસેમ્બર 2020માં ખાદ્યપદાર્થો પર સાપ્તાહિક રૂ. 1165 ખર્ચનારા ચાર જણનું સરેરાશ કુટુંબ હવે એ જ વસ્તુ માટે રૂ. 1593 ચૂકવી રહ્યું છે. વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય જનતા ભારે પરેશાન છે અને લોકોને પૂરતું ભોજન પણ મળતું નથી.

ટેક્સી ડ્રાઈવર અનુરુદ્દા પરંગમાએ બ્રિટિશ અખબારને જણાવ્યું હતું કે તેમનો પરિવાર હવે ત્રણને બદલે માત્ર બે સમયનું જ ભોજન લઈ શકે છે. તેણે કહ્યું, ‘મારા માટે કારની લોન ચૂકવવી ખૂબ મુશ્કેલ છે. વીજળી, પાણી અને ખાદ્યપદાર્થના ખર્ચ પછી કારની લોન ચૂકવવા માટે કંઈ બચતું નથી. મારો પરિવાર ત્રણ વખતને બદલે માત્ર બે વાર જ ખાવા માટે સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati Advocata Institute, BCI, Sri Lanka, મરચા, શ્રીલંકા