૨૦ વર્ષની ભારતીય દીકરી બની અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સીટીની GS, રચાયો ઇતિહાસ…

ભારતીયો માટે ગૌરવની વાત કહી શકાય તેવી ઘટના તાજેતરમાં અમેરિકાની વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનીવર્સીટીમાં બની. ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થીનીને હાવર્ડ યૂનિવર્સિટીની સ્ટૂડન્ટ બોડીની પ્રેસિડન્ટ ચૂંટવામાં આવી…

ભારતીયો માટે ગૌરવની વાત કહી શકાય તેવી ઘટના તાજેતરમાં અમેરિકાની વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનીવર્સીટીમાં બની. ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થીનીને હાવર્ડ યૂનિવર્સિટીની સ્ટૂડન્ટ બોડીની પ્રેસિડન્ટ ચૂંટવામાં આવી છે. 20 વર્ષીય શ્રૂતિ પલાનીઅપ્પનને હાવર્ડ યૂનિવર્સિટી અંડરગ્રેજ્યુએટ કાઉન્સિલના પ્રમુખપદે ચૂંટવામાં આવી છે.

હાર્વર્ડમાં અભ્યાસ કરતી શ્રૂતિના કુટુંબીજનો 1992માં ચેન્નાઇથી અમેરિકા જઇને વસ્યાં હતાં. અંડરગ્રેજ્યુએટ કાઉન્સિલ ચૂંટણી સમિતિની જાહેરાત પ્રમાણે તેની 20 વર્ષીય સાથી જૂલિયા હુએજાને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવી છે. શ્રૂતિએ કહ્યું કે બંને જણા પોતાના પદ સંભાળ્યા બાદ સૌથી પહેલું કામ સ્ટૂડન્ટ બોડી અને કાઉન્સિલ વચ્ચે વાર્તાલાપ સુધારવા માટે યોજના બનાવી રહ્યાં છે. શ્રૂતિ પલાનીઅપ્પન જુલાઇ 2016માં ફિલાડેલ્ફિયામાં યોજાયેલા ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં સૌથી યુવાન વયની પ્રતિનિધિ તરીકે હાજર રહી હતી.

શ્રુતિ એ પોતાના પ્રચારમાં જે સૂત્ર રાખ્યું હતું તેમાં ભારતીય સંસ્કૃતિ ની ઝલક દેખાઈ હતી, “make Harvard home” એટલે કે “હાર્વર્ડને ઘર બનાવીએ”. યુનિવર્સીટીને ઘરની જેમ શાંત અને સુંદર બનાવીએ તે સૂત્રના આધારે તેણે પ્રચાર કરેલો અને વિજયી બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *